Charchapatra

‘મિસ્કોલ’ યાને માથાનો દુખાવો

સોશ્યલ મીડિયાનું હાથવગુ રમકડું એટલે ‘સ્માર્ટ ફોન’. મોબાઇલ ઉપરથી સામા પક્ષને જેનું કામ એમને પોતના જ સ્વાર્થ માટે છે એવા મોબાઇલ ધારકોને ક્ષણિક ‘મિસ્કોલ’ લગાડી પ્રત્યુત્તરની રાહ જુએ છે. આપણને ‘મિસ્કોલ’ કરનાર વ્યકિત પૂરેપૂરો ‘મારવાડી’ કે પછી ‘કંજૂસ અમદાવાદી’ લાગ્યા વિના નથી રહેતો. આજકાલ તો સ્માર્ટફોનની ‘વોટસઅપ’ એપ્લીકેશન થકી તમામ યુઝરો જાણે ઘરબેઠી ‘ગંગાસ્નાન’ કે પછી ઓક્ષફર્ડ યુનિ.ના પદવીધારકની જેમ ‘જ્ઞાન ગંગોત્રી’વાળા મેસેજો વહાવતા રહે છે.

તેમાંય આજકાલ ધર્માંધતાના ‘મેની ટાઇમ ફોવર્ડેડ’ મેસેજોની ભરમાર તમારો ડેટા અને સમય રીતસર ખાઇ જાય છે. પોતાનું અંગત કામ હોય તો ખર્ચ બચાવની ખોટી રીત છોડી સામા પક્ષને સીધે સીધી રીંગ આપી કામ પૂરુ કરવુ જોઇએ. પૂ. ગાંધીજી કહેતા હતાનઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એવી જ રીતે મારા મતે ના છૂટકાનો મિસ્કોલ એ સમજદારીની છે તો જાણીબૂઝીને કરેલા મિસ્કોલ એ પણ સોશ્યલ મીડિયાની નબરી બજારના યુઝરો છે.
સુરત              – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top