Business

મેરી કિટ્ટી… મેરી ક્રિસમસ કી કિટ્ટી…

સેલિબ્રેશનનું તો બસ બહાનું જ જોઈએ એટલે સુરતીઓ તૈયાર જ હોય ? કોણ એમ જો કોઈ પૂછે તો દરેકને ખ્યાલ આવી જ જાય કે વાત આપણી એટલે કે સુરતીઓની જ થઈ રહી છે. ના માત્ર બાળકોમાં જ પણ આજકાલ ફ્રેન્ડ્સ ગૃપની પણ ક્રિસમસ પાર્ટી થાય છે. અને એમાય કેટલીય સુરતી લેડિઝ પ્રિ ક્રિસમસ સ્પેશ્યલ કિટ્ટી પાર્ટી કરે છે

પ્રિ ક્રિસમસ કિટ્ટીનું આયોજન કર્યું: નેન્સી દલાલ

નેનસી દલાલ જણાવે છે કે, ‘’ મારા ફ્રેન્ડ્સ સર્કલની અવારનવાર કિટ્ટી પાર્ટી થતી જ હોય છે. પણ છેલ્લાં બે વર્ષથી કિટ્ટી બંધ હતી, પણ આ વર્ષે માહોલ થોડો હળવો બનતા અમે પ્રિ ક્રિસમસ સેલિબ્રેશન માટેની કિટ્ટીનું આયોજન કર્યું. જેમાં ફૂડથી લઈને ડ્રેસ દરેક વસ્તુ રેડ થીમ બેઝ નક્કી કરી હતી.’’

પ્રિ ક્રિસમસ કિટ્ટી પાર્ટી

કિટ્ટી પાર્ટી તો સુરતમાં થતી જ રહે છે. પણ આજકાલ યંગસ્ટર્સ ગૃપમાં ખાસ પ્રિ ક્રિસમસ કિટ્ટી પાર્ટી સેલિબ્રેશનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેના માટે ક્રિસમસ સ્પેશ્યલ ડેકોરેશનથી લઈને ડ્રેસ પણ થીમ બેઝ રાખવામાં આવે છે અને ફોટોસ માટે સ્પેશ્યલ પ્રોપ્સ તો ખરા જ.

Most Popular

To Top