SURAT

સુરત એરપોર્ટ પર નોકરીની લાલચમાં યુવકે 1.58 લાખ ખર્ચી નાંખ્યા, પણ…

સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર નોકરીના બહાને રૂા. 1.58 લાખ પડાવી લેનાર યુવકને સલાબતપુરા પોલીસે પકડી (Arrest) પાડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોટી મોટી બડાશ મારી ઠગે (Cheater) યુવકને ફસાવી લઈ અવનવા બહાના કાઢીને 1.58 લાખ પડાવ્યા હતા.

  • પીપલોદમાં રહેતા જીતુ મયેકરે વિવિધ સહકારી સંસ્થામાં પ્રમુખ સહિતના હોદ્દાપર રહ્યા હોવાની બડાશો મારી હતી
  • સરકારી અને અર્ધસરકારી કચેરીમાં બેરોજગારોને નોકરીએ લગાડતો હોવાની મોટી મોટી વાતો કરી ભોળવ્યો
  • સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપી જીત મેયકરને પકડી લીધો

પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરાના રેશમવાડ વિસ્તારમાં રહેતા કૌશલ ભગવાનદાસ રાણાની મુલાકાત મુળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં પીપલોદમાં વેકેન્ઝા બંગ્લોઝની બાજુમાં અમૃત રેસીડેન્સીમાં રહેતા જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ રામ મયેકરની સાથે થઇ હતી. જીતુએ કૌશલને વિવિધ સહકારી સંસ્થા તેમજ ટ્રસ્ટોમાં પ્રમુખ સહિતના હોદ્દા ઉપર રહ્યો હોવાની વાત કરી હતી. આ ઉપરાંત સરકારી અને અર્ધસરકારી કચેરીમાં અનેક યુવકોને નોકરીએ લગાવીને તેઓના કેરીયર સેટ કરી હોવાની વાતો કરી હતી.

આ વાતો સાંભળીને કૌશલ લલચાયો હતો અને જીતુની વાતમાં આવી ગયો હતો. જીતુએ કૌશલને સુરતના એરપોર્ટ ઉપર કાર્ગો વિભાગમાં જગ્યા ખાલી હોવાનું કહીને ત્યાં નોકરીની લાલચ આપી હતી. આ દરમિયાન કૌશલની પાસેથી યુનિફોર્મ, સેલેરી એકાઉન્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ક્રેડીટ કાર્ડ એક્ટીવ કરવા, મોબાઇલ રીચાર્જ અને પેનર્ટ, પીપીએ કીટ, ફેશ શિલ્ડ તેમજ બેંક અધિકારી સાથે સેટીંગ અને એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓને રૂપિયા આપવાની લાલચ આપીને રૂા. 1.58 લાખ પડાવી લીધા હતા, લાંબા સમય સુધી પણ કૌશલને કોઇ નોકરી મળી ન હતી. બનાવ અંગે કૌશલએ જીતુ મયેકરની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

રૂપિયા 1.58 લાખ આપ્યા બાદ લાંબા સમય સુધી કોઈ કામ નહીં મળતા આખરે યુવકે ફરિયાદ દાખલ કરતા સલાબતપુરા પોલીસે ઠગને પકડી પાડ્યો

મની ટ્રાન્સફર કરતાં યુવકને પટકાવીને બે અજાણ્યા 1 લાખ ભરેલી બેગ લઇ ગયા

સુરત : મોટા વરાછા સુંદરમ રેસીડેન્સીમાં રહેતા સતીષ રામજીભાઇ કાપડીયા વરાછામાં જ ભરત નગર પાસે આવેલા શિવમ મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવે છે. બુધવારે રાત્રીના સમયે તેઓ દુકાન બંધ કરીને ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓની પાસે એક બેગમાં રૂા. 90 હજાર રોકડા હતા અને બીજી દુકાનની ફાઇલો હતી. સતીષભાઇ મોટરસાઇકલ ચાલુ કરી રહ્યા હતા ત્યારે બે ઇસમો પાછળથી આવ્યા હતા અને સતીષભાઇને ધક્કો મારીને રૂપિયા ભરેલી બેગ લૂંટી લીધી હતી. બંને અજાણ્યાએ સતીષભાઇને ધક્કો મારીને તેઓને નીચે પટકી દીધા હતા, બાદમાં બને સતીષભાઇનો મોબાઇલ તેમજ મોટરસાઇકલ લઇને ફરાર થઇ ગયા હતા. બાદમાં 108ને જાણ કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સતીષભાઇએ સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ કરતા પોલીસે રૂા. 1.11 લાખની લૂંટની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top