Business

મેરી ક્રિસમસ બનશે ક્રિએટિવ ક્રિસમસ

ક્રિસમસ નજીક આવી રહી છે. કોરોનાકાળની ખરાબ યાદો સાથેના બે વર્ષ વિતાવ્યા બાદ નવી આશા અને નવા ઉમંગ સાથે સુરતીઓ આતુર છે, નવી ખુશીઓ અને નવી શરૂઆત માટે વર્ષ ૨૦૨૨ એટલે કે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ચાલો જાણીએ આ વખતે ક્રિસમસમાં સુરતીઓ શું નવું કરી રહ્યાાં છે ? બજારમાં ક્રિસમસમાં શું નવીનતા જોવા મળી રહી છે ? અને ખાસ નાના બાળકો શું ક્રિએટિવ આઇડિયા વાપરી રહ્યાાં છે?

ચિલ્ડ્રન પાર્ટી સ્પેશ્યલ કુકીઝ એન્ડ કપકેક

કેક વિના સેલિબ્રેશન અધુરું માનવામાં આવે છે. અને એમાય જ્યારે વાત ક્રિસમસની આવે ત્યારે ખાસ બાળકોના પ્રિય ક્રિસમસ પાર્ટી તો થતી જ હોય છે. જેમાં ખાસ બાળકોને ધ્યાને લઈને સુરતી મોમ્સ ક્રિએટિવ કુકીસ અને કપ કેક ડેકોરેશન કરે છે. જેથી જોતાની સાથે જ બાળકોને ખાવાનું મન થઈ જાય. પ્રાચી દેસાઇ જણાવે છે કે, ‘’ આ વર્ષે મારા દીકરાના મિત્રો માટે હું મારા ઘરે જ ક્રિસમસ પાર્ટી કરીશ જેમાં બાળકોની મનપસંદ કુકીઝ અને કપકેકને હું ક્રિએટિવ રીતે સજાવીશ.’

વાઇન ગ્લાસ પેઇન્ટિંગ

ક્રિસમસમાં ખાસ મહેમાન અને ફ્રેન્ડ્સને ઓફર કરવામાં આવતા ડ્રિંક્સ એમ જ સિમ્પલ ગ્લાસમાં સર્વ કરવાને બદલે આજકાલ લોકો તેને પણ ડેકોરેટિવ બનાવતા થયા છે. જેના પર સ્પેશ્યલ ઉનથી બનેલા ક્રિએટિવ કવર પહેરાવવા આવે છે જે વૉશેબલ હોય છે. ઉપરાંત આજકાલ કેટલાક સુરતીઓ વાઇન ગ્લાસ પેઇન્ટિંગ પણ કરે છે.

યુનિક ક્રિસમસ ટ્રી એન્ડ હોમ ડેકોરેશન

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની વાત હોય અને ડેકોરેશનની વાત આવે નહી એવું બંને જ કેવી રીતે? હવે ટ્રેન્ડ બદલાયો છે ત્યારે લોકો ક્રિસમસમાં ખાસ ક્રિએટિવ હોમ ડેકોરેશન તેમજ ક્રિસમસ ટ્રી ડેકોરેશન કરે છે. જેમાં વેસ્ટમાથી બેસ્ટ રીતે ઘરમાં રહેલા રેપિંગ પેપર, કલરિંગ પેપર, લાઇટિંગ, કાપડ, કલરનો ઉપયોગ કરીને સાંતા, ક્રિસમસ ટ્રી બનાવે છે. ઉપરાંત ઘરે જ સ્પેશ્યલ કલેટ, ગિફ્ટ્સ અને ગુડવિશ જાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top