National

ચાલતી જીપ છોડીને ચાલક નાચવા લાગ્યો અને જાનમાં નાચી રહેલા 2 જાનૈયાના મોત થયાં

નવી દિલ્હી: લગ્નમાં (Marriage) નાચવાનો (Dance) શોધ બધાને હોય છે. પોતાના હોય કે બીજાના પણ એકવાર ગીતની (Song) ધૂન કાનમાં પડે અને પગ થરકવા લાગે. પણ લગ્નમાં નાચવાના કારણે અકસ્માત (Accident) થાય અને તેમા પણ કોઈનું મૃત્યુ (Death) થાય એવો કિસ્સો થોડો અચરજ પમાડે તેવો છે. જો કે મધ્યપ્રદેશમાં આવો જ કિસ્સો થયો છે. જેમાં બે લોકોનાં મોત થયા છે તેમજ 8 લોકો ધાયલ (Injured) થયા છે.

જાણકારી મુજબ મધ્યપ્રદેશના શિવપુરીમાં એક ખતરનાક ધટના ધટી છે. જેમાં જાન લઈ જતો એક જીપ ડ્રાઈવર ગીતના તાલે એકાએક નાચવા લાગ્યા તેણે ડ્રાઈવિંગ સીટ ઉપર અન્ય વ્યકિતને બેસાડી દીધો. અને પછી જીપને સ્પીડ એકાએક વધી ગઈ અને જીપ લગ્નમાં નાચી રહેલા લોકો વચ્ચે ધૂસી ગઈ. આ ધટનામાં બે લોકો ધટના સ્થળે જ મૃત્યુ પામ્યા તેમજ 8 લોકો ધાયલ થયા હતા.

જાણકારી મુજબ આ ધટના બુધવારીની રાત્રિએ થઈ હતી. એક જાનમાં 30 થી 40 લોકો નાચી રહ્યાં હતા આ સમયે જાનમાં ગેસ્ટને લઈ જનાર જીપના ચાલકે એકાએક પોતાની જીપને ચલાવવાનું છોડીને અન્ય એક વ્યકિતને તેની સીટ ઉપર બેસાડી દીધો હતો. તેમજ તે પોતે જાનમાં નાચવા લાગ્યો હતો. થોડી દૂર સુધી તો જીપ ધીમી ગતિએ અને વ્યવસ્થિત રીતે જતી હતી પરંતુ એકાએક ડ્રાઈવિંગ સીટ ઉપર બેસેલી વ્યકિતનું ધ્યાન ભટકાયું તેણે બ્રેકની જગ્યા પર એકસિલેટર ઉપર પગ મૂકયો અને આ અકસ્માત થયો હતો. જીપની સ્પીડ કાબૂ બહાર જવાના કારણે જાનમાં નાચી રહેલા લોકોને તેણે અડફેટે લીધા જેમાં બેનાં મોત થયા હતા તેમજ 8 લોકો ધાયલ થયાં હતાં. જાણકારી મુજબ 8 ધાયલમાંથી હાલ 3ની હાલત ગંભીર છે. ગંભીર હાલત ઘરાવનાર તમામને ગ્વાલિયર લઈ જવામાં આવ્યા છે. તેમજ બાકીના ધાયલોને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે ધટના સમયે ગાડી ચલાવનાર વ્યકિતની ઘરપકડ કરી છે.

Most Popular

To Top