National

મુસ્લિમ છોકરીઓ 16 વર્ષની વયે લગ્ન કરી શકે છે: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

ચંદીગઢ: પંજાબ (Punjab) અને હરિયાણા (Hariyana) વડી અદાલતની (High Court) એક સિંગલ જજની બેન્ચે સગીર વયના લગ્ન માન્ય રાખતા રૂલીંગ આપ્યું છે કે મુસ્લિમ છોકરીઓ ૧૬ વર્ષની વયે પોતાની ઇચ્છા મુજબ લગ્ન (Marriage) કરી શકે છે. મુસ્લિમ શરીયા લૉને ટાંકતા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. એક ૧૬ વર્ષની મુસ્લિમ છોકરી અને ૨૧ વર્ષના છોકરાને તેમના કુટુંબી જનોથી રક્ષણ આપતા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આજે જણાવ્યું હતું કે ૧૬ વર્ષથી વધુ વયની છોકરી પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નના કરારમાં પ્રવેશી શકે છે. પઠાણકોટ સ્થિત એક મુસ્લિમ યુગલની અરજી પર જસ્ટિસ જસજીત સિંઘ બેદીની સિંગલ જજની બેન્ચે આ આદેશ આપ્યો હતો, જે યુગલે રક્ષણ માટે અદાલતનો સંપર્ક કર્યો હતો. ફક્ત એટલા માટે કે અરજદારોએ તેમના કુટુંબોની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા છે તેથી તેમને ભારતના બંધારણ હેઠળ મળેલા અધિકારથી વંચિત રાખી શકાય નહીં. ઇસ્લામિક શરિયા કાયદાને ટાંકીને જજે જણાવ્યું હતું કે મુસ્લિમ છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લૉ મુજબ સંચાલિત થાય છે. અરજદાર નં. ૨(છોકરી) ૧૬ વર્ષથી વધુ વયની છે અને અરજદાર નં.૧(છોકરો) ૨૧ વર્ષથી વધુ વયનો છે તેથી બંને લગ્નને લાયક વયના છે જે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ માન્ય રાખવામાં આવી છે એમ અદાલતે જણાવ્યું હતું.

  • મુસ્લિમ પર્સનલ લૉ મુજબ 16 વર્ષની ઉંમરે છોકરી તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે મુક્ત છે
  • માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરનાર છોકરા-છોકરીને રક્ષણ આપવાની અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટનો ચુકાદો

મળતી માહિતી મુજબ અરજી કરનાર દંપતીએ હાઈકોર્ટમાં એવી અરજી કરી હતી કે તેઓને થોડા સમય પહેલા એકબીજાથી પ્રેમ થયો હતો. ત્યારબાદ તેઓએ એકબીજા સાથે પોતાનું જીવન વ્યતિત કરવાનો નિર્ણય કર્યો હતો. 8 જુન 2022ના રોજ દંપતીએ મુસ્લિમ રીતીરિવાજો પ્રમાણે લગ્નગ્રંથિથી જોડાયા હતા. જે પછીથી તેઓને ધમકીઓ મળી રહી છે. જેના કારણે આ દંપતીએ પોલીસ સુરક્ષા પણ માંગી છે. જસ્ટિસ બેદીએ આ અંગે પોતાનો ચૂકાદો સંભળાવતા કહ્યું કે,”કાયદો સ્પષ્ટ છે કે મુસ્લિમ પર્સનલ લો દ્વારા આ બંનેના લગ્ન થઇ ગયા છે, આ સિવાય કોર્ટે SSP પઠાનકોટને કપલની સુરક્ષા આપવાનો આદેશ આપતા કહ્યું કે, ફક્ત એજ કારણે કે છોકરીએ પોતાના પરિવારની વિરુદ્વ જઇને લગ્ન કર્યા છે, તો તેને ભારતના બંધારણ હેઠળ મળેલા અધિકારથી વંચિત રાખી શકાય નહીં.

Most Popular

To Top