Madhya Gujarat

ખંભાત શહેરમાંથી ગાંજા અને ચરસ સાથે શખ્સ પકડાયો

આણંદ : આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે મંગળવારના રોજ મોડી સાંજે ખંભાત ખાતે દરોડો પાડી ચરસ અને ગાંજા સાથે એક શખસને પકડી પાડ્યો હતો. આ શખસ પાસેથી પોલીસે પોણા લાખની મત્તા કબજે કરી હતી. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કોન્સ્ટેબલ ભાવીકકુમાર પ્રવિણભાઈને બાતમી મળી હતી કે, ખંભાત નગીના મસ્જીદની સામે આવેલા કડીવાલ (પખાલીવાડ)માં રહેતા નુરૂદ્દીન ઉર્ફે નુરમહંમદ સદારોદ્દીન શેખ પોતાના ઘરે કેફી પદાર્થનું વેચાણ કરી રહ્યો છે અને હાલ ઘરે હાજર છે. તેણે પીળો શર્ટ તથા જીન્સ પહેર્યું છે. આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. રાણા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નુરૂદ્દીન ઉર્ફે નુરમહંમદ સદારોદ્દીન શેખની અટક કરી ઘરમાં તલાસી લેવામાં આવી હતી. જેમાં ગાજો 0.886 કિલોગ્રામ કિંમત રૂ.8860 તથા ચરસ 0.275 કિલોગ્રામ કિંમત રૂ.41,250 તથા રોકડા રૂ.12,770 તથા ત્રાજવું પણ મળી આવ્યું હતું. આમ પોલીસને કુલ 61,155નો મુદ્દામાલ મળી આવતાં ખંભાત શહેર પોલીસ મથકે નુરૂદ્દીન સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top