Vadodara

કુપોષિત બાળકો : આંગણવાડીઓ બિસ્માર

વડોદરા: વડોદરા શહેરના ડો.મનીષા વકીલ વિજય રૂપાણીના રાજીનામા બાદ ભુપેન્દ્ર પટેલની સરકારમાં 11 મહિના પુર્વ બાળવિકાસ મંત્રી હતા. આ વખતે તેઓ ભાજપા માંથી વડોદરા શહેર વાડી બેઠક પર થી 97 હજાર ની મોટી લીડ સાથે જીત્યા છે. પરંતુ મંત્રી પદ માંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેની પાછળના કેટલાક કારણો એવા પણ હોય શકે કે જેમના શિરે બાલવિભાગ ની આખા ગુજરાતના બાળકોની જવાબદારી હોય ત્યારે તેમના સાશનકાળ દરમ્યાન પણ કુપોષિત બાળકો ની સંખ્યા વઘી હતી. બાળ વિકાસ વિભાગના મંત્રી વડોદરાના હોવા છતાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાના અભિયાનમાં તેઓ નિષ્ફ્ળ ગયા હતા. આ બાબત ની સરકારે ગંભીર નોંધ લીધી હતી.

ભાજપ ડોક્ટર સેલ દ્વારા બાળકોના મેડિકલ ચેકઅપ કેમ્પમાં કુપોષિત બાળકોની વિગતો બહાર આવતા ભાજપ કારોબારીમાં ગંભીર નોંધ લેવાઈ હતી દત્તક લીધેલા કુપોષિત બાળકોને કોઈ મળવા જતું નથી. જ્યારે બાળવિકાસ મંત્રીએ કેટલા બાળકો દત્તક લીધા? કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના અભિયાનમાં વડોદરામાં દુર્લક્ષ સેવવામાં આવ્યું છે તેવી માહિતી તાજેતરમાં બાળકોના મેડિકલ ચેકઅપ કેમ્પ બાદ બહાર આવી છે ત્યારે રાજ્ય સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વડોદરાના હોવા છતાં આ કામગીરીમાં સકારાત્મક કામગીરી ન થતા જે અંગેની ગંભીર નોંધ વડોદરા ભારતીય જનતા પાર્ટી ની કારોબારીની મળેલી બેઠકમાં લેવામાં આવી હતી.

જયારે વડોદરાની કેટલીક બાલવાડીની હાલત દયનિય સ્થિત્તિ મા જોવા મળે છે.તેમના જ મતવિસ્તારમા આવેલ ફતેપુરાના કુંભારવાડામા આવેલ આંગણવાડીની આસપાસ ગંદકી ના ઢગલા અને આંગણવાડી મા પણ યોગ્ય સફાઈ થતી ન હોવાનું કહેવાય છે. આંગણવાડીની આજુબાજુ જોતા એવુ લાગે છે કે ગંદકીના આ સામ્રાજ્યમાં બાળકો કેવી રીતે ભણતા હશે અને આ ગંદકીના કારણે બાળકોમાં રોગચાળો ફેલાવવાનો ભય પણ જણાય છેે. ગુજરાતમાં સરેરાશ ૧૦.૧ ટકા બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે અને ૪૧.૬ ટકા બાળકો વિકાસથી વંચિત રહી જાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે ર૦૧૭ માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૩૮.પ ટકા બાળકો વિકાસથી વંચિત રહી જાય છે, જ્યારે ૩૯.૩ ટકા બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે.

ક્રમે રહેલા ગુજરાતમાં સૌથી વધુ રોગનો ભોગ બાળકો બને છે. બીજી તરફ ગર્ભવતી મહિલાઓને પણ યોગ્ય પોષણક્ષમ આહાર મળતો નથી. કુલ વસતિના પ૦૧૩ લોકો પોષણક્ષમ આહારથી ન મળતા પીડા સહન કરી રહ્યા છે. વર્ષ ર૦૧૬ અને ર૦૧૮ વચ્ચે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલાઓ અને બાળકો પાછળ ફાળવવામાં આવતી રકમ પણ ઘટાડી દીધી છે. એક સમયે જે ૬ર.૧૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવતા તે હવે માત્ર ૩૮.પ૧ કરોડ ફાળવવામાં આવે છે.
અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતના બાળકોમાં આયનના અભાવનું પ્રમાણ વધારે હતું.

ડો.મનીષા વકીલ પાસેથી મંત્રી પદ છીનવાયું કર્મનો સિંધ્ધાંત લાગુ પડ્યો
વડોદરા ના એક અનુભવી કાર્યકર વિજય વનરાજ (LL.M- ધારાશાસ્ત્રી) ને સસ્પેન્ડ કરાતા કાર્યકરો મા ઉહંપોહ મચી ગયો હતો. સસ્પેન્ડ કાર્યકર ને સસ્પેન્ડ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે હું ગુજરાત પ્રદેશ સંયોજકઃ દસ્તાવેજીકરણ વિભાગમા હતો. તે પહેલા ગુજરાત યુવા મોરચા વિશેષ આમંત્રિત કારોબારી સભ્ય, અને તે પહેલા વડોદરા શહેર યુવા મોરચા ના કોષાધ્યક્ષ તરીકે ની કામગીરી બજાવી ચૂકેલા વિજય ભાઈ એ જણાવ્યું હતું કે હું છેલ્લા ૧૧ વર્ષથી સક્રીય રીતે પક્ષ સાથે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ પ્રઘાનમંત્રી નરેદ્રભાઈ મોદીથી પ્રેરાઈને જોડાયેલ મને કોઈ શો કોઝ નોટીસ આપવા આવી ન હતી.

માત્ર પ્રદેશ ના મોટા નેતા નો સહારો લઇ ને બે ચાર લોકોએ આ નિર્ણય લીધો હોય તેમ લાગે છે તેની પાછળ નું કારણ તેમણે જણાવ્યું હતું કે મારા સસ્પેન્ડ ની જાણ કમલમ સુધી થઇ જ નથી કારણ કે મને શપથ વિધિ સમાંરભ માટે આમત્રણની ફોન દ્વારા જાણ પણ કરાઈ હતી. વધુ મા તેમણે જણાવ્યું હતું કે ભાજપ નું પણ એક બધાંરણ છે. પક્ષ વિરૂધ્ધ કોઈ પણ પ્રવૃત્તિ કરે પક્ષ તેની સામે પગલા ભરી શકે અને પગલા ભરવા સામે ના ચોક્કસ નિયમો હોય છે. પરંતુ તેમના કિસ્સામાં આવા કોઈ નિયમો નું પાલન કેમ નથી થયું. તે અંગે વડોદરા ભાજપ મા ભારે ચર્ચા જાગી છે.

Most Popular

To Top