સ્કૂલો, કોલેજમાં વેકેસનનો માહોલ ગરમીનો અસહય પારો માઝા મુકતો જાય છે. આવા સંજોગોમાં બાળકોને વેકેસનનો સદઉપયોગ કરાવવા કેટલાક નમ્ર સૂચનો. બાળકોની રૂચિ પ્રમાણે ઇતર પ્રવૃત્તિઓ જેવી કે ડ્રોઇંગ, મહેંદી, ગ્લાસ પેઇન્ટીંગ, સંગીત, ક્રિકેટ, પુસ્તકાલય વાંચન વિ. પ્રવૃત્તિઓ પ્રોત્સાહીત કરો. એકાદ દિવસની સવારથી સાંજની નાનો પ્રવાસ ગોઠવો. સાથે વાલીઓને જોડાવા કહો. કોલેજ સ્ટુડન્ટ માટે એન્ડ્રોઇડ કોમ્પ્યુટર કલાસીસ, કોમર્સને લગતા કોષોમાં જોડાવા કહો. રહેઠાણના કોમ્પ્લેક્ષમાં જ નાની નાની હરિફાઇઓનું આયોજન કરો. આ ઉપરાંત ખાસ કરીને છોકરીઓને ગૃહ કાર્ય, જેવી કે રસોઇ, સાફસફાઇ, જૂના પુસ્તકો ગરીબ વિદ્યાર્થીઓને આપો.સારી રસોઇ તથા ઘર સુઘડ રાખવું એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે.
સુરત – દિપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે