Charchapatra

સુરતનો દિવાસા નો ‘લોકમેળો’

અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે. ‘દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ નો ‘દિવાસો’ મુખ્ય તહેવાર છે. ચોમાસામાં ખેતરમાં વાવણી કરવામાં આવે છે. અષાઢ મહિનામાં ખેતર લીલુંછમ થઈ જાય છે. હરિયાળી અમાસ ‘દિવાસા’ના દિવસે ઢીંગલી ઉત્સવ પણ મનાવે છે. ઢીંગલી ઢીંગલા ના લગ્ન કરવામાં આવે છે. ઢીંગલાંનો વરઘોડો કાઢવામાં પણ આવે છે. સુરતમાં તાપીના ડક્કા ઓવારે  ઢીંગલી ઉત્સવની ઉજવણી કરવા આવતી હતી.

સુરતમાં સગરામપુરા હનુમાન શેરીમાં ૪૫૦ વર્ષ જૂનું પૌરાણીક રોકડીયા હનુમાનજીના મંદિર આવેલું છે. મંદિરના પ્રાંગણમાં છેલ્લા ૧૦૦વર્ષથી દિવસાનો લોકમેળો ભરાય છે. સુરતીઓ મોટી સંખ્યામાં મેળાનો આનંદ લે છે અને રોકડીયા હનુમાનજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લોકમેળામાં નાની ચગડોળ માં બેસી બાળકો મજા માને છે. દિવાસાના દિવસે સગરામપુરા ની પરિણીત દીકરીઓ પિયરમાં આવે છે. સાંજે મોહલ્લાની જૂની સખીઓ ભેગી થઈ મેળાને મન મૂકે ને માને છે. ગુજરાતમાં શ્રાવણમાં લોકમેળાઓ ભરાય છે તે પહેલાં દિવસાના લોકમેળા નો સાસ્ક્રુત્તિક વારસો જાળવી રાખ્યો છે તે સુરતીઓ માંટે ગૌરવ સમાન છે.
સુરત     -કિરીટ મેઘાવાલા              – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top