Columns

જલાવી દો

images (200×252)

એકવર સંત નામદેવજી પોતાની કુટિરની બહાર ઝાડ નીચે ખુલ્લામાં સુતા હતા અને ત્યાંજ આંખ લાગી ગઈ અને તેઓ કુટિરની બહાર જ સુઈ ગયા.અડધી રાત્રે અચાનક શું થયું કોઈક કારણવશ નામદેવજી ની કુટિરમાં આગ લાગી ગઈ. આગ લાગેલી જોઇને સંત નામદેવજીએ વિચાર્યું, ‘અરે વાહ, આજે મારા ઠાકોરજી મને અગ્નિના રૂપમાં મળવા આવ્યા.મારી કુટિરમાં પધાર્યા છે.મારે મારી પાસે જે કઈ છે તે તેમને અર્પણ કરી દેવું જોઈએ.’ આમ વિચારી નામદેવજી આગ બુઝાવવાની બદલે કુટિરની બહાર જે કઈ હતું.તેમના સુકાતા વસ્ત્ર ..ઝાડ નીચે પાથરેલી ચટાઈ …પાણીનો કુંજો ,,એવું જે કઈ પણ કુટિરની ભાર હતું તે બધું જ અગ્નિને સમર્પિત કરી દીધું.

આજુબાજુના લોકો આગની ખબર પડતા દોડી આવ્યા અને સંતને અંદર સમાન નાખતા જોઈ બોલ્યા, ‘બાપજી આ શું કરો છો..?’ અને પછી જલ્દી જલ્દી આગ બુઝાવી પોતાના ઘરે ગયા.આ બાજુ સંત તો દુખી થવાને બદલે બધું જ ઠાકોરજીને અર્પણ કરી ખુશ હતા.લોકો સંતને પાગલ ગણી રહ્યા હતા.અને ઠાકોરજી સંતનું …પોતાના ભક્તનું સમર્પણ જોઇને ખુબ ખુશ હતા.ઠાકોરજીએ  વિચાર્યું , ‘મને અગ્નિ રૂપ સમજી મારા ભક્તએ મને બધું જ આપી દીધું મારે તેને કૈક આપવું જોઈએ.ઠાકોરજીએ સંત માટે તેમની હતી તેનાથી પણ સુંદર કુટીર બનાવી દીધી. સંત સવારે ઉઠી કુટીર જોઈ અને મારા ઠાકોરજીની જ કૃપા એમ વિચારી ….ભજન ગાતા ગાતા ઠાકોરજીનો આભાર માનવા લાગ્યા.લોકો બળેલી ઝુપડીને સ્થાને સુંદર કુટીર જોઈ આશ્ચર્યમાં પડી ગયા.

બધા સંત નામદેવજીને પૂછવા લાગ્યા, ‘ બાપજી રાત્રે તમારી ઝૂંપડી આગમાં બળી ગઈ હતી અને અત્યારે એક રાતમાં આટલી સરસ કુટીર કઈ રીતે બનાવી દીધી તેનો માર્ગ અમને કહો.’ સંત બોલ્યા, ‘રસ્તો એ છે કે ઉપરવાળા પર શ્રધ્ધા રાખો તે જે કરે તેનો સ્વીકાર કરી લો જો તે તમારી કુટિરમાં આગ લગાવે તો તે પણ સ્વીકારો અને બાકી જે વધ્યો હોય તે સમાન પણ આગમાં નાખી દો..’આવો જવાબ સાંભળી લોકો હસવા લાગ્યા અને બોલ્યા, ‘આ ભગત પાગલ થઈ ગયો છે …’ સંત બોલ્યા, ‘હા હું મારા ઠાકોરજીની ભક્તિમાં પાગલ છું અને તેઓ પાગલોના જ ઘર બનાવે છે.’ હવે આપણે જોવાનું છે કે શું આપણે ઉપરવાળાની ઉપર ભરોસો રાખી તેની ભક્તિ કરી બધું સમર્પિત કરી શકીએ છીએ કે નહિ.બધો મોહમાયા રૂપી સમાન અને આ કાયા રૂપી મકાન જલાવી શકીએ છીએ કે નહિ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top