Dakshin Gujarat

દમણથી વલસાડ આવતા દીપડો રસ્તામાં ભટકાય તો નવાઇ નહીં

વલસાડ : દમણ-વલસાડ (Daman-Valsad) વચ્ચેનો કોસ્ટલ હાઇવે (Costal Highway) હાલ દમણથી વલસાડ આવતા પ્રવાસીઓથી વ્યસ્ત રહેતો હોય છે. આખા રોડ પર અનેક વાડીઓ છે તેમજ આ જ રોડ પર વલસાડ વાંકીનદી નહીં, પરંતુ નનકવાડા સુધી દીપડો (leppard) આવી ગયો છે. ત્યારે દમણની સહેલગાહેથી આ રોડ પર ગમે ત્યાં અટાર તળાવ પછી તેમજ નાનકવાડા સિવિલ રોડ પર પણ દીપડો ભટકાઇ જાય તો નવાઇ નહી. રાત્રી દરમિયાન શહેરીજનોએ સિવિલ રોડ પર પણ મુસાફરી કરતી વેળા તકેદારી રાખવાની જરૂર છે.

  • દીપડાને પકડવા વન વિભાગે નાનકવાડાનું પાંજરૂ ખસેડીને ખારિયા ફળિયામાં ગોઠવ્યું
  • નાનકવાડામાં દેખાયા બાદ દીપડો મોગરાવાડીની સોસાયટીમાં અને ત્યારબાદ ફરીથી નાનકવાડા ખારિયા ફળિયામાં દેખાયો
  • રાત્રી દરમિયાન શહેરીજનોએ સિવિલ રોડ પર પણ મુસાફરી કરતી વેળા તકેદારી રાખવાની જરૂર

વલસાડમાં પાંચ દિવસ પહેલા નાનકવાડામાં દીપડો દેખાયા બાદ આ દીપડો મોગરાવાડીની સોસાયટીમાં પણ ચક્કર મારી આવ્યો હતો. ત્યારબાદ ફરીથી દીપડો નાનકવાડા ખારિયા ફળિયામાં દેખાતા લોકો તેને શોધવા નિકળી પડ્યા હતા. આ દીપડાને પકડવા વન વિભાગે હવે નાનકવાડા વિસ્તારનું પાંજરૂ ખસેડીને ખારિયા ફળિયામાં ગોઠવ્યું છે.

વલસાડ શહેરની હદમાં પ્રવેશી ચૂકેલો દીપડાએ શહેરના કેટલાક બહારના ઝાડી ઝાંખરાવાળા અવાવરૂ વિસ્તારને પોતાનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. થોડા થોડા સમયે દીપડો બહાર પણ આવતો રહે છે. આવી જ રીતે ગતરોજ દીપડો બહાર આવતા એેક સ્થાનિકે તેનો ફોટો પાડી દીધો હતો. જેને લઇ વલસાડ શહેરમાં દીપડાની દહેશત પ્રવર્તી રહી છે. વન વિભાગે પણ દીપડાને પકડવા માટે પાંચ દિવસથી નાનકવાડા વિસ્તારમાં પાંજરૂ ગોઠવ્યું હતુ. છતાં દીપડો પાંજરે પૂરાતો નથી અને સતત જગ્યા બદલી જુદા જુદા સ્થળોએ દર્શન આપી રહ્યો છે. જેના કારણે હવે વન વિભાગે તેને પકડવા પાંજરાનું સ્થળ બદલ્યું છે.

Most Popular

To Top