Latest News

More Posts

નવી દિલ્હી: પતંજલિની (Patanjali) ભ્રામક જાહેરાત મામલે આજે 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન બાબા રામદેવ (Baba Ramdev) અને બાલકૃષ્ણ (Balakrishna) કોર્ટમાં હાજર થયા હતા. તેમજ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ વતી માફી માંગવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) એ કહ્યું હતું કે અમે આ મામલે સૂચન કર્યું છે કે પતંજીલીએ બિનશરતી માફી માંગવી જોઈએ. તેમજ કોર્ટે બાબા રામદેવની બિનશરતી માફીનું એફિડેવિટ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે પતંજલીએ ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી છે. આ લોકોએ ભૂલ કરી છે અને તેનું પરિણામ તેમણે ભોગવવું પડશે.

ગઇકાલે 9 એપ્રિલના રોજ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ એક નવી એફિડેવિટ ફાઇલ કરી હતી. જેમાં પતંજલિએ બિનશરતી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેને આ ભૂલ માટે પસ્તાવો છે અને તે ફરીથી નહીં થાય.

અમે એફિડેવિટ – કોર્ટને નકારી રહ્યા છીએ
સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું તમે એફિડેવિટમાં છેતરપિંડી કરી રહ્યા છો, આ એફિડેવિટ કોણે તૈયાર કરી છે? હું આશ્ચર્ય ચકિત છું. જસ્ટિસ કોહલીએ કહ્યું કે તમારે આવું સોગંદનામું આપવું જોઈતું ન હતું. જસ્ટીસના આ નિવેદન બાદ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમારાથી ભૂલ થઈ છે, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું- ભૂલ! બહુ ટૂંકો શબ્દ. કોઈપણ રીતે અમે આ મામલે નિર્ણય લઈશું. તેમજ અમે તમાર અનઉપસ્થિતીને જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર ગણી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમારા આદેશ પછી પણ હાજર ન થવું? અમે આ મામલે ઉદાર બનવા માંગતા નથી. અમે એફિડેવિટને ફગાવી રહ્યા છીએ, તે માત્ર કાગળનો ટુકડો છે. અમે આંધળા નથી! અમે બધું જોઈ શકીએ છીએ.

જેના પર મુકુલ રોહતગીએ કહ્યું કે લોકો ભૂલો કરે છે, તો સુપ્રીમ કોર્ટે કહ્યું, પછી જેઓ ભૂલ કરે છે, તે તેમને પણ ભોગવવું પણ પડે છે. આ બાબતમાં અમે એકદમ હળવા બનવા માંગતા નથી. તેમજ પતંજલીએ હવે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

To Top