Dakshin Gujarat

મરોલીમાં જમીન મુદ્દે મહિલાએ દાદાગીરી કરી એવું કામ કર્યું કે પોલીસ બોલાવવી પડી

ઉમરગામ: (Umargam) ઉમરગામના મરોલીમાં જમીન (Land) મુદ્દે મહિલાએ દાદાગીરી કરી ચાલી બનાવવાનું કામ અટકાવ્યું હતું. અને મજૂરો ઉપર પથ્થરમારો કરી કમ્પાઉન્ડના થાંભલા તોડી નાખી ધમકી આપી હોવાના બનાવની પોલીસમાં ફરિયાદ (Police Complain) નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

  • ‘આ મારી જમીન છે, તમારે બાંધકામ કરવાનું નથી’ કહી મહિલાએ કમ્પાઉન્ડના થાંભલા તોડી નાંખ્યા
  • ઉમરગામના મરોલીમાં જમીન મુદ્દે મહિલાએ દાદાગીરી કરી કામ અટકાવી મજૂરો ઉપર પથ્થર મારો કરી ધમકી આપી

ઉમરગામ તાલુકાના મરોલી ગામે ઘોડીપાડા ભાતખાડી ફળિયામાં રહેતા દિનેશભાઇ મોરારભાઈ રાજપુતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઘરની બાજુમાં આવેલી જમીનમાં ગુરુવારે તેમનો દીકરો હર્ષકુમાર તથા ભાદીયાભી વારલી (રહે મરોલી) મજૂરો મારફતે જમીનમાં ચાલી બનાવવા માટે પીસીસીનું કામ કરતા હતા. એ વખતે શીતલબેન શુક્કરભાઈ માછી (રહે મરોલી માછીવાડ)એ આવી ઝઘડો તકરાર કરવા લાગ્યા હતા. અને આ મારી જમીન છે તમારે આ જમીનમાં કામ કરવાનું નથી તેમ કહી બુમાબુમ કરી હતી.

અને હર્ષ કુમારને અને મજૂરોને ગાળો આપી તારખુટાના કમ્પાઉન્ડના સિમેન્ટના ચારથી પાંચ થાંભલાઓ તોડી નાખી નુકસાન કર્યું હતું અને પથ્થર મારી બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ મોરારભાઈ રાજપુત (માછી)એ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top