Entertainment

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વર્ષો બાદ ફરી એક સાથે જોવા મળશે, મજેદાર પ્રોમોમાં બંનેએ કહી આ વાત

નવી દિલ્હીઃ (New Delhi) ફરી એક વાર પેટ પકડી હસવા માટે તૈયાર થઈ જાવ કારણ કે કોમેડી (Comedy) જગતની સૌથી હિટ જોડી કપિલ શર્મા (Kapil Sharma) અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે જોવા મળવાના છે. બંનેએ પોતાની દુશ્મની ભૂલીને 6 વર્ષ પછી સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ સુપરહિટ જોડી હવે નેટફ્લિક્સ પર કોમેડી શોમાં જોવા મળવાની છે. આ શોમાં કૃષ્ણા અભિષેક, અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા અને રાજીવ ઠાકુર સહિત ‘ધ કપિલ શર્મા શો’ની આખી ટીમ તમને ખૂબ હસાવશે.

તમને જણાવી દઈએ કે 2018 માં એક વિવાદ પછી પ્રેક્ષકોના પ્રિય કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની જોડી તૂટી ગઈ હતી. હવે આ જોડી ચાહકોને ગલીપચી કરવા માટે પાછી એકસાથે આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંનેએ સાથે મળીને આ જાહેરાત કરી છે. આ શોને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી. થોડીવાર પહેલા જ નેટફ્લિક્સે ઈન્ટરનેટ પર તોફાન મચાવ્યું હતું કારણ કે તેઓએ કપિલ શર્મા, સુનીલ ગ્રોવર અને ટીમના અન્ય સભ્યો અભિનીત તેમના આગામી પ્રોજેક્ટનો નવો પ્રોમો શેર કર્યો હતો.

પ્રોમોમાં કપિલ અને સુનીલ ગ્રોવર ચાહકો સાથે વાત કરતા અને તેઓને Netflix પર પાછા આવવાની માહિતી આપતા જોઈ શકાય છે. પ્રોમોમાં કપિલ કહે છે કે અમે એકસાથે 190 થી વધુ દેશોમાં આવી રહ્યા છીએ. સુનીલ ગ્રોવર કહે છે કે ઓસ્ટ્રેલિયા રહેવા દઈએ. કપિલ પૂછે છે કેમ? સુનીલ જવાબ આપે છે તેને અવોઈડ કરો. કપિલ કહે છે ના ના.. તેઓ રાહ જોઈ રહ્યા છે. સુનીલ સંમત થાય છે અને કહે છે કે ઠીક છે પણ આપણે હવાઈ માર્ગે નહીં જઈએ, રોડથી જઈશું. કપિલ કહે છે ઓકે.

આ પછી જોવા મળે છે કે રાજીવ ઠાકુર, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક અને અર્ચના પુરણ સિંહ પોતાને ફ્રેમમાં ફીટ કરવાનો પ્રયાસ કરે છે. સુનીલ વિશે બોલતા ક્રિષ્ના કટાક્ષ કરે છે કે મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ તે પાછો આવશે ત્યારે બધા થોડા થોડા કપાઈ જશે. આ બધાની વચ્ચે જ્યારે અર્ચના આવે છે ત્યારે તે કહે છે કે શોમાં રહેલી એકમાત્ર છોકરીને તો ફ્રેમમાં આવવા દો. અને પછી જે કોમેડી સર્જાય છે તે પેટ પકડીને હસાવે છે.

Most Popular

To Top