National

કાનપુર પોલીસે શાકભાજી વેચનારના ત્રાજવા રેલવે ટ્રેક પર ફેંક્યા, ઉપાડવા જતા બંને પગ કપાયા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh): કાનપુર (Kanpur) ના કલ્યાણપુર પોલીસ (Police) સ્ટેશનના પોલીસ અધિકારીની દાદાગીરીએ એક શાકભાજી વેચનાર (vegetable seller) નું આખું જીવન બરબાદ કરી દીધું. પોલીસકર્મીના કારનામાને કારણે બિચારા હવે પોતાના બંને પગ ગુમાવી ચૂક્યા છે. હકીકતમાં, પોલીસકર્મીએ પોલીસ સ્ટેશનની સામે રોડ કિનારે ટામેટા વેચનારના ત્રાજવા ઉપાડ્યા અને નજીકના રેલવે ટ્રેક પર ફેંકી દીધા. જ્યારે શાકભાજી વિક્રેતા તેને લેવા ગયો ત્યારે ટ્રેન આવતા તેઓના બંને પગ (Leg) કપાઈ ગયા (Cut Off) હતા. આ કેસમાં આરોપી દિવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
કાનપુરના કલ્યાણપુરના સાહેબ નગર વિસ્તારમાં રહેતો કિશોર રેલવે ક્રોસિંગ પાસે શાકભાજીનો સ્ટોલ લગાવે છે. શુક્રવારે બપોરે ઈન્દિરા નગર ચોકીના સબ ઈન્સ્પેક્ટર સૈનિકો સાથે રેલવે ક્રોસિંગ પર પહોંચ્યા અને ત્યાં હાજર હાથગાડીઓ હટાવવા લાગ્યા. દરમિયાન પોલીસકર્મીઓએ કિશોરનું ત્રાજવું ઉપાડીને રેલ્વે ટ્રેક પર ફેંકી દીધું હતું, કિશોર રેલ્વેના પાટા પરથી ત્રાજવા લેવા ગયો હતો, તે જ સમયે મેમુ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જેના કારણે તે ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ ઘટનામાં તેના બંને પગ કપાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અન્ય શાકભાજી વિક્રેતાઓ અને વેપારીઓ સહિત સેંકડો લોકોનું ટોળું કલ્યાણપુર ચોકડી પર એકત્ર થઈ ગયું હતું. લોકો તુરંત કિશોરીને હોસ્પિટલ લઈ ગયા અને સ્થળ પર હંગામો શરૂ કર્યો. જોકે, થોડીવાર પછી ઘટનાસ્થળે પહોંચેલા કલ્યાણપુરના ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર દુબેએ લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા.

પહેલા ખખડાવ્યો પછી ત્રાજવા લાઇન પર ફેંકી દીધા
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કલ્યાણપુર પોલીસ સ્ટેશનની સામે રોડની બાજુમાં શાકભાજી વિક્રેતાઓની દુકાનો આવેલી છે. અહીં દુકાનો ઉભી કરવી એ નિયમો વિરુદ્ધ છે. પરંતુ કેટલાક ગરીબ પરિવારો દાયકાઓથી અહીં દુકાનો ઉભા કરીને પોતાનું પેટ ભરે છે. આ પૈકી લડ્ડુ પણ અહિયાં એક ટામેટાની દુકાન ચલાવી રહ્યો હતો. દુકાનદારોનો આરોપ છે કે દીવાન રાકેશ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શાદાબ સાથે ઘટનાસ્થળે આવ્યા અને તેમણે પહેલા લડ્ડુને ખખડાવ્યો. પછી અચાનક તેના ત્રાજવા ઉપાડ્યા અને પાછળની રેલ્વે લાઇન પર ફેંકી દીધા.

શાકભાજી વેચનારે પોલીસને આજીજી કરી છતાં ન સાંભળ્યું
આ દરમિયાન શાકભાજી વેચનાર પોલીસ દીવાનને હાથ જોડીને આજીજી કરતો રહ્યો કે, “ત્રાજવા ફેંકશો નહીં, હું દુકાન હટાવી રહ્યો છું…” પરંતુ દીવાને તેની વાત ન માની અને ત્રાજવા સહિતનો કેટલોક સામાન ઉઠાવી લીધો. તેમને રેલવે ટ્રેક પર ફેંકી દીધા. દુકાનદાર લાડુ દીવાલ કૂદીને ઝડપથી ત્રાજવું લઈને રેલ્વે ટ્રેક પર પહોંચ્યો, એ જ વખતે સામેથી એક ટ્રેન આવી અને પગ કચડીને જતી રહી.

Most Popular

To Top