Gujarat Election - 2022

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં ડાન્સર બોલાવી,વીડિયો વાયરલ થતા જ…

આણંદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (election) પ્રચાર માટે તમામ રાજ્કીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથણ તબક્ક માટે મતદાન (Voting) 1 ડિસેમ્બરે યોજાયું હતું. જ્યારે બીજા તબક્કનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેથી આજે ચૂંટણીના પ્રચાર માટે છેલ્લો દિવસ છે. જો કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અને આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારથી વિવાદમાં આવ્યા છે. આણંદના બોરસદમાં કોંગ્રેસની જાહેર સભામાં ડાન્સરને બોલાવવામાં આવી હતી. અને ચૂંટણી પ્રચાર પહેલા ડાન્સરે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા. 

મળતી માહિતી અનુસાર આણંદના બોરસદ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે ચૂંટણી પ્રયાર પહેલા ડાન્સર બોલાવી ડોન્સનો પ્રોગામ ગોઠવ્યો હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની ચૂંટણી સભામાં ભીડ એકત્રિત કરવામાં માટે તેમણે ડાન્સરનો સહારો લીધો હતો. ઉમેદવારના બેનરો જ્યાં લગાવ્યા હતા તે મંચ પર જ ડાન્સરોએ ઠુમકા લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો. જો કે આ વીડિયોની પુષ્ટિ ગુજરાતમિત્ર નથી કરતું.

આજે બીજા તબક્કાની 93 બેઠકો માટે પણ પ્રચાર પડધમ શાંત થશે
ગાંધીનગર: રાજ્યમાં આજે બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 જેટલા ઉમેદવારો ચૂંટણી (Election) જંગમાં છે. જેમાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ તથા આપની વચ્ચે સીધો અને ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.

બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં યોજાનાર મતદાન માટે કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. જેમાં 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાંકરેજ , પાટણ , સોજીત્રા તથા અમદાવાદમાં સરસપુર ખાતે ચાર જેટલા વિજય સંકલ્પ સંમેલનોને સંબોધન કર્યુ હતું. જયારે કોંગ્રેસે પણ મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે પણ વડોદરામાં રોડ શો સાથે સભાને સંબોધન કર્યુ હતું.

Most Popular

To Top