Dakshin Gujarat

વર્ષો પહેલાં કામવતી નગરી તરીકે ઓળખાતું અને 50 હજારથી વધુ વસતી ધરાવતું ગામ એટલે કામરેજ

કામરેજ તાલુકાનું મુખ્ય ગામ કામરેજ એ કામરેજ ચાર રસ્તાથી બે કિલોમીટર તેમજ સુરત શહેરથી 20 કિલોમીટર દૂર ગાયકવાડ સ્ટેટના સમયનું આવેલું ગામ છે. ગામ તમામ પ્રાથમિક સુવિધાથી સજ્જ ગામ છે. મૂળ કામરેજ ગામની વસતી કરતાં ગામની આસપાસના વિસ્તારના નવી નિર્માણ પામેલી અંદાજે 200થી વધુ સોસાયટીઓનો સમાવેશ થતાં સોસાયટીમાં રહેતા લોકોની વસતીનો આંકડો ખૂબ મોટો છે. તાલુકાના સૌથી મોટાં ગામોમાં કામરેજની તુલના થાય છે. આ ગામ અગાઉ કામવતી નગરી તરીકે ઓળખાતું હતું. જે હાલ કામરેજ ગામ તરીકે ઓળખાય છે.

વર્ષ-2011માં હાથ ધરાયેલી વસતી ગણતરીના આંકડાઓમાં કુલ વસતી 16078માં પુરુષ 8327, મહિલા 7751 છે, જેમાં અનુસૂચિત જાતિની 879, અનુસૂચિત જન જાતિની 2927, જનરલ 10844 છે. ગામમાં બીપીએલ કાર્ડધારક 627 છે. ત્યારબાદ ગામની આસપાસ નવી અંદાજે 200થી વધુ સોસાયટીઓનું નિર્માણ થતાં અંદાજે 25000થી વધુ ઘરોમાં ખૂબ મોટી સંખ્યામાં વસતી વધારો થતાં અંદાજે 50,000થી વધુની લોકોની વસતી ધરાવતું કામરેજનું સૌથી ગામ થયું છે.

આ ગામમાં મહુવત ફળિયું, કોટેશ્વર ફળિયું, માછી ફળિયું, પાયગા ફળિયું, પારસીવાડ, આહિર ફળિયું, સાંઈનગર, પાલાનગર, તળાવ ફળિયું, મીક્ષરનગર ફળિયું, સરદાર આવાસ, દેવનગરી સોસાયટી, કબૂતર ફળિયું, વજીર ફળિયું, જોષી ફળિયું, ભાલિયાવાડ ફળિયું, ખડકી ફળિયું, કમલેશ્વર પાર્ક, કચેરી સર્કલ સહિતનાં ફળિયાં આવેલાં છે. આ ગામ મોટું હોય અને બીપીએલ કાર્ડધારકોની સંખ્યા પણ ખૂબ જ હોવાથી ગામમાં અલગ અલગ જગ્યાએ કુલ પાંચ સસ્તા અનાજની દુકાનો પણ આવેલી છે.

ગામમાં સ્ટ્રીટ લાઈટો, વરસાદી પાણી માટે ગટર વ્યવસ્થા, પીવાના પાણીની ટાંકીઓ તેમજ સોસાયટીઓમાં બોર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. રસ્તામાં પેવર બ્લોક તેમજ આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યા છે. કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર લેવાની વ્યવસ્થા માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ કચરાના નિકાલની ભારે સમસ્યા છે. બીજી તરફ તાપી નદીમાં ખૂબ જ ગંદકી તેમજ લીલી વનસ્તપતિઓ હોવાથી તાપી શુદ્ધીકરણ કરાવવામાં આવે તેમજ નદી કિનારાનું ગામ હોવાથી કિનારાની બાજુમાં ખૂબ જ ધોવાણ થતું હોવાથી તત્વરે પાળા બનાવવામાં આવે તેવી લોકોની વર્ષોથી માંગ રહી છે. તેમજ નદી કિનારે રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તેવી પણ ગામ લોકો માંગ કરી રહ્યા છે.

  • ગામના લોકો ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા
  • ગામના લોકો મુખ્યત્વે ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતીમાં પણ શેરડી તેમજ કેળનો પાક ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. તો નાના ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર પણ કરે છે.
  • કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો
  • સરપંચ-કિંજલબેન જિજ્ઞેશભાઈ શાહ (ફોટો નંબર-1)
  • ડે.સરપંચ-ઉપેન્દ્રકુમાર નરેન્દ્રભાઈ ઓઝા (ફોટો નંબર-2)
  • સભ્યો-સુરેશભાઈ ગુલાબભાઈ પટેલ
  • નીલાબેન હરેશભાઈ ભરૂચા
  • ભાનુબેન ડાહ્યાભાઈ આહિર
  • મનીષકુમાર કિશોરભાઈ આહિર
  • રખુબેન ઓધાભાઈ જોગરાણા
  • જાગૃતિબેન મનીષકુમાર આહિર
  • મંજુબેન ભીખુભાઈ રાઠોડ
  • સુમિતકુમાર દલસુખભાઈ ચૌધરી
  • દીપિકાબેન પ્રવીણભાઈ રાઠોડ
  • પ્રિયતાબેન ધર્મેશભાઈ રાઠોડ
  • મધાભાઈ વિહાભાઈ ભરવાડ
  • નીતિનકુમાર પ્રવીણભાઈ પરમાર
  • ઉપાસના સાગર ત્રિવેદી
  • અંકિતાબેન કિશનકુમાર(કેવલ) વામજા
  • વિપુલકુમાર નવલરામ પૂરણવૈરાગી
  • મહેશકુમાર ગોરધનભાઈ મેવાડા
  • મહેશભાઈ મેરાભાઈ ચોહલા
  • તલાટી કમ મંત્રી-બાબુભાઈ ચેનવા

સરકારી આઈ.ટી.આઈ.
ગામમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વર્ષ-2011માં ચાલુ કરવામાં આવી હતી. જે પહેલા કામરેજ ગામમાં ભાડાના મકાનમાં ચાલતી હતી. નવા બિલ્ડિંગનું બાધકામ ગામની બહાર ગોચર પાસે કરવામાં આવ્યું હતું. તા.19-9-2019માં નવા બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ફિટર, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, મિકેનિક ડીઝલ, વાયરમેન, વેલ્ડર સહિતના ટ્રેડો કાર્યરત છે. આઈ.ટી.આઈ.માં આચાર્ય શૈલેષભાઈ ચૌધરી સાથે કુલ 16 શિક્ષકનો સ્ટાફ છે અને અભ્યાસ કરવા માટે 150 વિદ્યાર્થી આવે છે.

સરકારી પુસ્તકાલયની સુવિધા
ગ્રામ પંચાયતમાં રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ગ્રંથાલય ખાતેનું કામરેજ તાલુકાનું સરકારી પુસ્તકાલય પણ આવેલું છે. જેની સ્થાપના તા.14-10-1998ના રોજ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્રંથાલયમાં મદદનીશ ગ્રંથપાલ તરીકે કોસંબા ગ્રંથાલયના મેહુલકુમાર શાંતિલાલ ગોહિલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે ગ્રંથાલયમાં પુસ્તકો મૂકવામાં આવ્યાં છે. વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. હાલ કુલ 1279 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

હરિશચંદ્ર મહાદેવ મંદિર
ગામમાં આવેલાં વિવિધ મંદિરોમાંનું એક મંદિર હરિશચંદ્ર મહાદેવ મંદિરનો તાપીપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મંદિરમાં શારદા-બ્રહ્માની મૂર્તિ છે. જે ભારત દેશમાં બે જગ્યાએ એક રાજસ્થાનના પુષ્કર અને બીજી કામરેજ ગામમાં આ મંદિરમાં છે. આ બંને મૂર્તિ પહેલા ગામમાં તાપી નદીના બલયા ઓવારે આવેલા મંદિરમાં હતી. પરંતુ 1958માં જ્યારે તાપી નદીમાં રેલ આવી ત્યારે મંદિર પડી જવા જેવું થઈ જતાં આ મૂર્તિને પ્રવીણભાઈ દીક્ષિતે ગામમાં લાવીને સ્થાપિત કરી હતી. જૂના મંદિરમાં 100 ઊંડા ભોંયરામાં આ બંને મૂર્તિ હતી. આ બંને મૂર્તિને લેવા માટે વર્ષ 1960-61માં પુરાતત્ત્વ વિભાગ આવ્યો હતો. પરંતુ ગામ લોકોએ વિરોધ કરી બંને મૂર્તિ આપી ન હતી.

ગામમાં વર્ષ-1958માં વીજ પુરવઠો આવ્યો હતો
કામરેજ ગામ ગાયકવાડ સ્ટેટ સમય પહેલાનું ગામ છે. ગામમાં વર્ષ-1957 સુધી વીજ પુરવઠો પણ ન હતો. વર્ષ-1958માં વીજ પુરવઠો આવ્યો હતો. એ સમયે ગામમાં સરપંચ પણ ન હતા. ત્યારે સામાજિક કાર્યકર એવા નાનુભાઈ ઉર્ફે ભાલચંદ્ર હરિરામભાઈ વૈધે સ્ટ્રીટ લાઈટ ગામમાં શરૂ કરાવી હતી.

કામરેજ ગામમાં વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે
કામરેજ ગામ એ તાલુકાનું મુખ્ય ગામ છે, જેમાં પોલીસમથક, ડીવાયએસપી ઓફિસ, મહિલા પોલીસ સ્ટેશન, સ્ટ્રેજરી ઓફિસ, પોસ્ટ ઓફિસ તેમજ પોલીસ ક્વાર્ટસ પણ આવેલાં છે, જેમાં પોલીસમથક અગાઉ પીએસઆઈ કક્ષાનું હતું. જેને અપગ્રેડ કરીને પી.આઈ. કક્ષાનું વર્ષ-2010માં બનાવવામાં આવ્યું છે. કામરેજ તાલુકાની વસતી વધતાં ગુનાખોરીનું પ્રમાણ પણ ખૂબ જ વધતાં દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીમાં પ્રથમ આવે છે. હાલમાં પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે રાજેશ ભટોળ કાર્યરત છે. તેમજ સબજેલ પણ આવેલી હતી. પરંતુ સબજેલનું મકાન જૂનું થઈ જતાં બંધ કરી દેવામાં આવી છે. કામરેજ પોલીસમથકમાં તાલુકાનાં 62 ગામ માટે ચાર આઉટ પોસ્ટ અને બે બીટ ફાળવવામાં આવી છે.

ગામમાં એસ.ટી. બસ કોરોના બાદ બંધ થઈ ગઈ
કામરેજની આસપાસ ઘણાં ગામો આવેલાં છે. ગામમાં કોરોના મહામારી સુધી ગામમાં એસ.ટી. બસ આવતી હતી. પરંતુ હવે ગામમાં એસ.ટી. બસ આવતી બંધ થઈ ગઈ છે. વારંવાર લેખિત ફરિયાદ કરવા છતાં પણ પરિસ્થિતિ એની એ જ છે. બસ હજી પણ ચાલુ થઈ નથી.
સાર્વજનિક દવાખાનું ખોલવામાં આવ્યું હતું
ગામમાં લોકોની આરોગ્યની સેવા માટે સાર્વજનિક દવાખાનું ખોલવામાં આવ્યું હતું, જેમાં ડો.નાનુભાઈ ઉર્ફે ભાલચંદ્ર વૈધ અને તેમનાં પત્ની ડો.લીલાબેન વૈધે ઘણાં વર્ષો સુધી ગામના તેમજ આજુબાજુના ગામના લોકોને સેવા આપી હતી.
અલગ અલગ દેશોમાં લોકો રહે છે
કામરેજ ગામના લોકો અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, પનામા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિતના દેશોમાં વસવાટ કરે છે.

કામરેજ ગામના યુવાન સતત જનવિકાસ માટે પ્રયત્નશીલ
કામરેજ ગામમાં ખૂબ જ નાની ઉંમરે લોકો માટે સતત કામો લઈને ચાલનારા હર્ષિલકુમાર હસમુખભાઈ પટેલ લાલચુડા કડવા પાટીદાર સમાજ યુવકમંડળમાં વર્ષ-2018થી 2021 સુધી મંત્રી તરીકે તેમજ જ્ઞાનગંગા અંગ્રેજી માધ્યમ સ્કૂલ નવી પારડીના ટ્રસ્ટી તરીકે પણ વર્ષ-2018થી 2021 સુધી કામગીરી કરી હતી. તેમજ 2017માં વિધાનસભા કામરેજના શક્તિ કેન્દ્રના ઈનચાર્જ, 2019માં બારડોલી લોકસભા કામરેજ શક્તિ કેન્દ્રના ઈનચાર્જ પદે રહી અને હાલમાં વર્ષ-2021થી સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકેની કામગીરી કરી રહ્યા છે. તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

903 વર્ષ જૂની મેના પોપટની દરગાહ
કામરેજ ગામમાં મુસ્લિમ લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે, જેમાં તાપી નદીના કિનારે ભાલિયાવાડમાં સૈયદ શીપે સાલાર (મેના પોપટ)ની 903 વર્ષ જૂની દરગાહ આવેલી છે. જે દરગાહની માન્યતા વિશે હારૂનભાઈ શાહે જણાવ્યું હતું કે, બાળકો બોલતા ન હોય કે તોતડું બોલતાં બાળકો હોય કે ભણવામાં મંદ હોય એવાં બાળકોને દરગાહ પર લાવવામાં આવે છે અને 125 ગ્રામ સાકર અને બદામ લાવી માનતા લેવાની હોય છે. જ્યારે માનતા પૂરી થાય ત્યારે પોપટને ખાવા માટે ફ્રૂટ ચઢાવવામાં આવે છે. આ આખી દરગાહ એક જ લાકડાથી બનાવવામાં આવી છે. ગામમાં અન્ય બે દરગાહ ગેબન શા પીર, નૂરી ઈસ્લામ તેમજ મુસ્લિમ લોકો માટે બે કબ્રસ્તાન પણ બનાવામાં આવ્યાં છે.

ગામમાં 144 વર્ષ જૂની શાળા
કામરેજ ગામના પ્રવેશદ્વારની બાજુમાં જ હાલમાં સુરત જિલ્લા પંચાયત સંચાલિત બાળવાટિકાથી ધો.8 સુધીની શાળા આવેલી છે. જે શાળાના હાલમાં 16 ઓરડા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેની સાથે કુલ 19 ઓરડાની શાળા થશે. હાલમાં શાળાના આચાર્ય મેહુલભાઈ ચંદુભાઈ પટેલ તેમજ અન્ય 15 શિક્ષક ફરજ બજાવી 602 વિદ્યાર્થીને શિક્ષણ પૂરું પાડે છે. પરંતુ આ સ્કૂલ તા.1-8-1879માં શરૂ કરવામાં આવી હતી. જે તાપી નદીના કિનારે ઓવારાની સામે હાલમાં પણ જર્જરિત હાલતમાં છે. જેની તંત્ર દ્વારા કોઈપણ જાતની કાળજી લેવામાં આવતી નથી. હાલમાં જે જગ્યાએ પર સ્કૂલ કાર્યરત છે ત્યાં વર્ષ-1966માં બનાવવામાં આવી હતી. જ્યારે સ્કૂલ બનાવવાની કામગીરી થઈ રહી હતી ત્યારે ગામના લોકો પણ સ્કૂલના બાંધકામમાં મદદ કરવા માટે આવતા હતા.

કામરેજ ગેસમંડળી પણ 73 વર્ષ જૂની
કામરેજ-નનસાડ વિભાગ સેવા સહકારી મંડળી આવેલી છે. જે મંડળીની સ્થાપના વર્ષ-1950માં કરવામાં આવી હતી. મંડળી દ્વારા તાલુકામાં ગેસ કનેક્શન આપવામાં આવે છે. ગ્રાહકોની સંખ્યા 21310 જેટલી છે. હાલમાં મંડળીના પ્રમુખ પદે ગામના જ સહકારી આગેવાન ગુણવંતભાઈ છોટુભાઈ પટેલ તેમજ સેક્રેટરી તરીકે ભાવિન રજનીકાંતભાઈ પટેલ ફરજ બજાવે છે.

ગામમાં વાવ પણ હતી
ગામમાં હાલમાં પોલીસમથકની સામે વર્ષો જૂની જીવંત વાવ પણ હતી. વાવની અંદર માતાજીની મૂર્તિ પણ હતી. લોકવાયકા એવી હતી કે, જે નવદંપતી લગ્ન કરીને આવે તો માતાજીના આશીર્વાદ લેવા જરૂર જતાં હતાં. જે માતાજીની મૂર્તિ પોલીસમથકની બાજુમાં આવેલા મંદિરમાં બાદમાં સ્થાપના કરવામાં આવી હતી.
કામરેજ ગામમાં ફરવા માટે બે સ્થળ હતાં
કામરેજમાં વર્ષો અગાઉ લોકવાયકા એવી પણ હતી કે, ફરવા માટે બે સ્થળ હતાં, જેમાં નારદ બ્રહ્માનું મંદિર તેમજ ગામની વાવ, જે સમય કાળે પુરાઈ ગઈ હતી.

બ્રહ્મોચન મંદિર
ગામમાં માછીવાડમાં બ્રહ્મોચન મહાદેવનું મંદિર પણ આવેલું છે. જેના માટે કહેવાય છે કે, નારદજીને જ્યારે શ્રાપ મળેલો ત્યારે એના નિવારણ માટે નારદજીએ મૂર્તિની સ્થાપના કરી હતી. દિવાળીના દિવસોમાં તાપી નદીમાં સ્નાન કરીને પગે લાગવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળતી હોવાનું તાપીપુરાણમાં કહેવામાં આવ્યું છે.

ગાયકવાડ સ્ટેટ સમયમાં બનાવેલું સ્મશાનગૃહ
તાપી નદીના કિનારે ગાયકવાડ સ્ટેટ સમયમાં હિન્દુ લોકોની અંતિમક્રિયા માટે સ્મશાનગૃહ વર્ષ-1933માં રૂ.4074ના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. હાલ આ સ્મશાનગૃહ નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે.

તાપી નદીના કિનારે આવેલું ગામ હોવાથી ઓવારા પણ બનાવાયા છે
સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું ગામ હોવાથી ગામના લોકોને તાપી નદીના કિનારે જવા માટે તેમજ ગણપતિ વિસર્જન માટે મહિલા પોલીસમથકની બાજુમાં આવેલા ઓવારા તેમજ ભાલિયાવાડ પાસે એમ બે ઓવારા આવેલા છે. જેનું હાલમાં જ ગ્રામ પંચાતય તેમજ તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી રિપેરિંગ તેમજ બ્યુટિફિકેશનનું કામ કરાવવામાં આવ્યું હતું.

ઓર્ગેનિક ખેતી કરી ગામનું નામ રોશન કરનાર ખેડૂત શ્રેયસ પટેલ
ઔષધિય વનસ્પતિનું સેન્દ્રીય ખેતી (ઓર્ગેનિક ખેતી) દ્વારા પકવેલી ખેત પેદાશનું પ્રોસેસિંગ-મૂલ્યવર્ધન કરી પોતાના ટ્રેડમાર્ક વિશાલ વાટિકા નામથી ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી તેનું વેચાણ કરનાર ગામના યુવાન ખેડૂત શ્રેયસ તુષારભાઈ પટેલને કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી રાજ્યની હરિયાળી ક્રાંતિ લાવવામાં અમૂલ્ય ફાળો આપવા બદલ ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાલ ઓઢાડી ડાંગ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. જે હાલમાં 30 વીઘાંમાં ઓર્ગેનિક ખેતી કરે છે. જેમની મુલાકાત દૂર દૂરથી ઘણા ખેડૂતો લે છે.

69 વર્ષ જૂનું સાર્વજનિક પુસ્તકાલય
ગામમાં જ જૈન દેરાસરની સામે વર્ષ-1954માં રતિલાલ ભાઈદાસભાઈ મોદી દ્વારા સાર્વજનિક પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું હતું. જે હાલમાં પણ કાર્યરત છે, જેમાં અખબાર વાંચવા માટે આજે પણ ગામના લોકો આવે છે. અહીં વિવિધ અખબારો તેમજ મેગેઝિનો પણ આવે છે.

ગામના યુવાનો અનેક સહકારી સંસ્થામાં ગામનું પ્રતિનિધત્વ કરે છે
કઠોર વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી મંડળીમાં ભરત મનહરભાઈ શાહ, કામરેજ વિભાગ કો.ઓપ ફ્રૂટ એન્ડ વેજિટેબલ ગ્રોઅર્સ સોસાયટી(કેળાંમંડળી)ના ડિરેક્ટર પદે સતત બે ટર્મથી કેયુર જયંતીભાઈ પટેલ, કામરેજ નાગરિક બચત અને ધિરાણ કરનારી મંડળીમાં જતીન નવીનભાઈ પટેલ ઉપપ્રમુખ પદે તેમજ અરવિંદભાઈ રમેશભાઈ આહિર, નીતિન મુકેશભાઈ વજીર ડિરેક્ટર પદે કાર્યરત છે. કામરેજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ અમરાભાઈ આહિર, ગેસ મંડળીના ગુણવતંભાઈ છોટુભાઈ પટેલ પ્રમુખ તેમજ જે.પી.પટેલ હાઈસ્કૂલ તેમજ કામરેજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર પદે કાર્યરત છે.

ગોચરમાં તાપી શુદ્ધીકરણનો પ્રોજેક્ટ સુરત મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો
ગામમાં આવેલી ગોચરની જગ્યામાં સુરત મહાનગર પાલિકા દ્વારા તાપી શુદ્ધીકરણનો પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન જે હાલમાં છે એને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. કામરેજ ગામ ઉપરાંત આજુબાજુનાં ગામડાંના ડ્રેનેજના પાણીને શુદ્ધીકરણ કરી તાપી નદીમાં પાણી છોડવામાં આવશે.

પાણીની વ્યવસ્થા માટે છ ટાંકી
ગામ તેમજ ગામની આસપાસ આવેલી નવનિર્માણ પામેલી સોસાયટીઓમાં રહેતા લોકોને પીવાના પાણી માટે ગ્રામ પંચાયત દ્વારા છ ટાંકી બનાવવામાં આવી છે, જેમાં મહિલા પોલીસમથકની સામે આવેલી પાણીની ટાંકી ત્રિભુવન પટેલની આગેવાનીમાં વર્ષ-1960માં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેનું બાંધકામ પૂર્ણ વર્ષ-1963માં થયા બાદ લોકોને ટાંકીમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

આરોગ્ય સેવા માટે સેવા ઉપલબ્ધ
ગામમાં આરોગ્યની સેવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેમાં સર્જન તબીબ તરીકે રોહિત ઉપાધ્યાય, ગાયનેક તબીબ તરીકે સોનલબેન ઝીંઝલા, ડેન્ટિસ્ટ તબીબ તરીકે જિગર દેસાઈ, ફિઝિશયન તબીબ તરીકે અક્ષય ટેલર તેમજ ચાર એમ.બી.બી.એસ. તબીબ છે. જેમાં ડો.પરેશ ટેલર સહિત ચાર તબીબ હાલ ફરજ બજાવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અલગ અલગ મળી કુલ 200થી વધુની ઓપીડી રહે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગામના દાતાઓ દ્વારા મૃતદેહને રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ પણ રાખવામાં આવ્યું છે. તેમજ પ્રાથમિક આરોગ્ય ઓરણા દ્વારા ગામમાં પેટા કેન્દ્ર પણ આવેલું છે. તાલુકા બ્લોક હેલ્થ કચેરી પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ આવેલી છે. નવ આંગણવાડી કેન્દ્ર પણ છે. તેમજ અનેક ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે.

મંદિરો આસ્થાનું કેન્દ્ર
ગામમાં અનેક પૌરાણિક મંદિરો પૈકીના બહ્મમોચન મહાદેવ, હરિશચંદ્ર મહાદેવ, અંદાજે 200 વર્ષ જૂનું લક્ષ્મીનારાયણનું મંદિર છે. જે મંદિરમાં પૂજા-અર્ચના અનિલભાઈ વરર્તક કરે છે. તેમજ કોટેશ્વર મહાદેવ, જલારામ મંદિર, દત્ત મંદિર, જૈન દેરાસર, હનુમાન મંદિર, કામેશ્વર રામેશ્વર મહાદેવ મંદિર, રામાપીર મંદિર, અંબા મંદિર, ખોડિયાર માતા મંદિર, મેલડી માતા, બળિયાદેવ સહિતનાં મંદિર આવેલાં છે.

કામરેજ ગામના અગ્રણી મનીષ આહિર
કામરેજ ગામના યુવાન મનીષ રામુભાઈ આહિરે અખબારમાં ફોટોગ્રાફર તરીકે દસ વર્ષ સુધી કામ કર્યું હતું. બાદ ભાજપમાંથી વર્ષ-2005માં સૌથી નાની ઉંમરે કોંગ્રેસના પીઢ નેતા ધનસુખભાઈ ગૌસ્વામીને હરાવી ભારે લીડથી વિજેતા થયા હતા. બાદ 2016માં કામરેજ ગામના સરપંચ તરીકે કામગીરી કરી હતી. પાંચ વર્ષ ભાજપના યુવા મોરચાના પ્રમુખ તેમજ દસ વર્ષ સુરત જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં છે.

  • ગામમાં આવેલી વિવિધ સહકારી સંસ્થાઓ
  • -કામરેજ વિભાગ કો.ઓપ ફ્રૂટ એન્ડ વેજિટેબલ ગ્રોઅર્સ સોસાયટી (કેળાં મંડળી)
  • -જગાભાઈ પરભુભાઈ પટેલ અને કામરેજ વિભાગ કેળવણી મંડળ હાઈસ્કૂલ
  • -કામરેજ નાગરિક બચત અને ધિરાણ કરનારી મંડળી
  • -નનસાડ વિભાગ સેવા સહકારી મંડળી (ગેસ મંડળી)
  • -કામરેજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી
  • -સ્મશાન સમિતિ
  • -ભાર્ગવ વાડી
  • -ઉમામંગલ હોલ
  • -તેરાપંથ ભવન

મનોરંજન માટે સિનેમા પણ છે
કામરેજ ગામની હદમાં મનોરંજન માટે એક સિનેમા તેમજ ચાર મોલ પણ આવેલા છે. જે તમામ ગામની બહાર કામરેજ ચાર રસ્તા નજીકમાં છે.

સ્વ.ગોરધનભાઈ મગનભાઈ પટેલનો કેળાં મંડળી તેમજ કામરેજ સુગરના વિકાસ માટે સિંહફાળો
ગામમાં રહેતા સ્વ.ગોરધનભાઈ પટેલે પરિશ્રમ એ જ પારસમણિ અને કર્મયોગ એ જ જીવનમંત્ર ગણીને કામરેજ વિસ્તારના ખેડૂતોના સાચા હામી તરીકે કામરેજ વિભાગ કો.ઓપ ફ્રૂટ એન્ડ વેજિટેબલ ગ્રોઅર્સ સોસાયટી (કેળાં મંડળી)માં 1962થી મેનેજર તરીકે ફરજ બજાવી અને ખેડૂતોનો શેરડી તરફ ઝુકાવ વધતાં ત્યારે શેરડીનું પિલાણ ક્યાં કરવું એ સમસ્યા હતી. ખેડૂતોએ વલસાડ સુધી શેરડીના નિકાલ માટે જવું પડતું હતું. અને માંડવી, માંગરોળ, ઓલપાડ, ચોર્યાસી તાલુકાના નાના, ગરીબ ખેડૂતો કોઈ સુગર ફેક્ટરીના શેર મેળવી શક્યા ન હતા. તેમણે શેરડીની ખેતી વડે આર્થિક સધ્ધરતા માટે ચિંતન કરી કામરેજ સુગર ચાલુ કરવાનું બીજ રોપ્યું હતું. સુગર ફેક્ટરીના સ્થાપક પ્રમુખ તરીકે રહ્યા હતા. વર્ષ-1981માં શરૂ થયેલી કામરેજ સુગરની સંઘર્ષ યાત્રાના રાહબરી નીચે વર્ષ-1990માં શરૂ કરવામાં સિંહફાળો રહ્યો હતો. કામરેજ સુગરમાં સંસ્થાના સ્થાપક સ્વ.ગોરધનભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે.

સ્વ.મુકેશભાઈ કમળાનંદ વજીર
ગામના મુકેશભાઈ વજીરે કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કામરેજ નાગરિક બચત અને ધિરાણ કરનારી મંડળીના સ્થાપક પ્રમુખ તેમજ કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ રહ્યા હતા. તેમના પરિવારની ચોથી પેઢી દસ્તાવેજનું કામ હાલમાં પણ કરી રહી છે. તેમના દાદા સ્વ.પદ્માનંદ પરમાનંદ વજીર કામરેજ કોલેજના સ્થાપક ટ્રસ્ટી તેમજ કામરેજ તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ વર્ષ-1963માં રહ્યા હતા.

તાલુકા પંચાયતના હાલના પ્રમુખ પણ કામરેજ ગામના છે
કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી તાલુકા પંચાયતમાં હાલમાં પ્રમુખ તરીકે અજીતભાઈ ભીખુભાઈ આહિર છે. વર્ષ-2011માં ગામના સરપંચ તરીકે પણ ભારે લીડથી વિજેતા થયા હતા.

સુમેનબેન રાઠોડ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ
સુરત જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ હતી, જેમાં કામરેજ બેઠક પરથી ગામમાં રહેતાં સુમનબેન દલપતભાઈ રાઠોડ ચૂંટણીમાં સામેના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં બિનહરીફ થયાં હતાં.

 રચનાબેન પટેલનું પણ રાજકારણમાં આગવું સ્થાન
તાલુકા પંચાયતની ગત ટર્મમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કામરેજમાંથી ચૂંટણી લડેલાં રચનાબેન આનંદભાઈ પટેલ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ઉપપ્રમુખ બાદમાં અઢી વર્ષ માટે પ્રમુખ રહ્યાં હતાં. હાલમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તરીકે હાલમાં કામગીરી કરી રહ્યાં છે.

કામરેજ ગામના કોંગ્રેસના આગેવાન
ગામમાં રહેતા નવીનભાઈ નારણભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના આગેવાન છે. તેમજ કામરેજ સુગર પ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી રહ્યા હતા. તેઓ દીનબંધુ હોસ્પિટલ સહિત અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમજ કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કામરેજ વિભાગ ખેતીપાક રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે.

વઘઈ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર
કામરેજ ગામમાં કમલેશ્વર પાર્કમાં રહેતા હિતેશ રમણભાઈ મોદી હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં વઘઈ ખાતે એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ઉચ્ચ હોદ્દા પર રહી કામગીરી કરી રહ્યા છે.

સ્વ.મનહરભાઈ શાહ સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ હતા
ગામમાં રહેતા સ્વ.મનહરભાઈ શાહે પત્રકાર તરીકે ઘણાં વર્ષો સુધી કામગીરી કરી હતી. અખબારના વિતરક પણ હતા. સાથે સાથે સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પણ રહ્યા હતા. હાલમાં તેમનાં પુત્રવધૂ ગામનાં સરપંચ તરીકે કામગીરી કરી રહ્યાં છે. કામરેજ ગામ માટે ગત 15મી ઓગસ્ટના રોજ ગામના લોકોએ જે કંઈ પણ કર્યુ હોય તેને કામરેજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહિલા સરપંચ તેમજ તાલુકાના પ્રથમ નાગરિક એવા ગામના અજીત આહિરના હસ્તે અગ્રણીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

  • -સ્વ.અંબુભાઈ રવજીભાઈ મેર-બળિયાદેવ મંદિરના મુખ્ય પ્રેરક તેમજ પૂજારી
  • -સ્વ.લલ્લુભાઈ ઘનાભાઈ આહિર-ગામની દૂધમંડળીના મુખ્ય સ્થાપક
  • -સ્વ.તારાચંદ હીરાચંદ સોલંકી-ગામના સૌપ્રથમ પત્રકાર
  • -સ્વ.રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ મૈસુરીયા-પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા.
  • -સ્વ.છોટુભાઈ ફકીરભાઈ રાઠોડ-કામરેજ પ્રાથમિક શાળાના આચાર્ય હતા
  • -સ્વ.ભાલચંદ્ર હરિરામભાઈ વૈદ્ય-ગામમાં આરોગ્યની સેવા આપી હતી
  • -સ્વ.લાડુબેન યુસુફભાઈ કડીવાળા-બાળમંદિરનાં પ્રથમ શિક્ષિકા
  • -સ્વ.બળવંતસિંહ પ્રતાપસિંહમોરી-ગામના તલાટી તેમજ સરપંચ તરીકે રહ્યા હતા
  • -સ્વ.ગોરધનભાઈ મગનભાઈ પટેલ-કામરેજ સુગરના સ્થાપક પ્રમુખ તેમજ કેળાં મંડળીમાં મેનેજર તરીકે સેવા આપી
  • -સ્વ.દિઆરભાઈ ગોવિંદભાઈ આહિર-દૂધમંડળીના પ્રમુખ તેમજ આહિર સમાજના આગેવાન
  • -સ્વ.શાંતિલાલ મેઘરાજ કોઠારી-પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્રમાં દરેક કાર્યમાં યોગદાન આપનાર
  • -સ્વ.નેમચંદભાઈ નાથાભાઈ શાહ-જે.પી પટેલ હાઈસ્કુલ તેમજ કેળાં મંડળીના સ્થાપક મંત્રી
  • -સ્વ.જયવંતરાવ ગોવિંદરાવ લાડ-કામરેજ યુવકમંડળના સ્થાપક તેમજ ખડકી ગરબીના રચયિતા
  • -સ્વ.લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ-કામરેજ કેળાં મંડળીના સ્થાપક પ્રમુખ
  • -સ્વ.પરમેશ્વરીબેન દયાશંકર શુકલ-સાર્વજનિક પુસ્તકાલયના સંચાલક
  • -બાબુભાઈ સોમાભાઈ રાઠોડ-કામરેજ ગામના સરપંચ
  • -સ્વ.મુકુંદભાઈ મગનભાઈ-સિધ્ધપુરિયા ગામના પ્રથમ એન્જિનિયર
  • -સ્વ.સોમાભાઈ પરભુભાઈ પટેલ-કેળાં મંડળી તેમજ દીનબંધુ હોસ્પિટલમાં મુખ્ય યોગદાન આપનાર
  • -સ્વ.હસમુખરામ નરભેરામ જોખાકર-ગામના સરપંચ રહ્યા હતા
  • -સ્વ.સુખાભાઈ મકનભાઈ રાઠોડ-ગામના સરપંચ રહ્યા હતા
  • -સ્વ.શાંતુભાઈ ત્રિભુવનભાઈ પટેલ-કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ
  • -છીતુભાઈ ઝવેરભાઈ પટેલ-કામરેજ કેળાં મંડળીના પ્રમુખ
  • -પુર્ણિમાબેન પરસરાવ લાડ-તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા
  • -દીપાબેન ગીરીશભાઈ ટેલર-તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા
  • -જયોત્સનાબેન મહેશભાઈ પટેલ-ગામના સરપંચ તરીકે સેવા આપી હતી
  • -દીપકભાઈ કમળાનંદ વજીર-સરપંચ રહ્યા હતા
  • -નાનુભાઈ ગોવિંદભાઈ રાઠોડ-તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા
  • -સ્વ.જગાભાઈ પ્રભુભાઈ પટેલ-ગામમાં ધો.1થી 10 સુધી જે.પી.પટેલ હાઈસ્કૂલ માટે જમીન દાનમાં આપી હતી
  • -સ્વ.રૂષિકેશભાઈ મહાશંકર ઓઝા-તલાટી તેમજ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હતા
  • -સ્વ.રામુભાઈ છનાભાઈ આહિર-કામરેજ દૂધમંડળીના રચયિતા
  • -સ્વ.ગીરીશચંદ્ર ઠાકોરભાઈ પટેલ-ગામનો પ્રમુખદ્વાર બનાવનાર
  • -યાકુબખાન ઈતબારખાન પઠાણ-ગામના સરપંચ રહ્યા હતા
  • -સ્વ.મોહમદખાન ઈતબારખાન પઠાણ-સરપંચ રહ્યા હતા. તાલુકા પંચાયતના હાલના પ્રમુખ

Most Popular

To Top