Gujarat

ચિરીપાલ ગૃપ ITનાં સકંજામાં, સુરત અને અમદાવાદમાં સર્ચ ઓપરેશન શરુ

સુરત(Surat): ટેક્સટાઇલ(Textile) અને શિક્ષણ(Education) સાથે સંકળાયેલા ચિરીપાલ ગ્રુપ(Chiripal Group) ITનાં સકંજામાં ફસાયું છે. મંગળવારની મોડી રાતથી સુરત(Surat) અને અમદાવાદ(Ahmedabad)માં આ દરોડા(Raid)ની કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં કુલ 35 થી 40 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે(IT Department) સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલમાં અમદાવાદની આંબલી અને શિવરંજની સહિતની ચીરીપાલ ગ્રુપની ઓફિસ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ટેક્સટાઇલ અને શિક્ષણ ક્ષેત્રનું મોટુ ગ્રુપ અને મોટો વ્યવસાય હોવાની તપાસમાં 200 જેટલા અધિકારીઓ જોડાયા છે. અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ ચિરીપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ
બોપલ રોડ પર આવેલી હેડ ઓફીસ તેમજ શિવરંજની નજીકની કચેરી ખાતે સવારથી અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો. આ ગ્રુપના વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ જયોતિપ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ, રોનક ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તો નંદન ડેનિમ અને વિશાલ ડેનિમને ત્યાં પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ તપાસમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળવાની આશંકા છે.

શંકાસ્પદ વ્યવહારો તથા કરચોરીની આશંકા
સુત્રોનાં જણાવ્યા મુજબ, દરોડા કાર્યવાહી લાંબી ચાલી શકે છે અને તે દરમિયાન કરોડો રુપિયાના શંકાસ્પદ વ્યવહારો તથા કરચોરીની આશંકા છે. ગુજરાતમાં ઇન્કમટેક્સ દ્વારા અંદાજીત બે મહિના પછી દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં ITની કાર્યવાહીથી વેપારીઓ અને બિઝનેસ ગ્રુપોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

અગાઉ પણ ચર્ચામાં આવ્યું છે ચિરિપાલ ગ્રુપ
ચિરિપાલ ગ્રુપનું નામ અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવી ચુક્યું છે. થોડા મહિનાઓ પહેલા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી યોગીરાજ એસ્ટેટમાંથી સબસિડીવાળા કૃષિ ખાતર, યુરિયાનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે પોલીસે ગોડાઉનના માલિક સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. તેઓ અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીને પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયાનો જથ્થો સપ્લાય કરતા હતા.

Most Popular

To Top