Science & Technology

નવા વર્ષના પહેલા દિવસે સેટેલાઇટ લોન્ચ કરીને ઈસરો રચશે ઈતિહાસ, વૈજ્ઞાનિકો પહોંચ્યા વેંકટેશ્વર મંદિર

નવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર મિશન ચંન્દ્રયાન-3 અને સૌર મિશનનું વર્ષ 2023માં ઇશરો દ્વારા સફળ પ્રક્ષેપણ રહવામાં આવ્યુ હતુ. આ બંન્ને મિશનોની સફળતા બાદ હવે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી, 2024, ISRO માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) વર્ષના પ્રથમ દિવસે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ પલ્સર, બ્લેક હોલ, આકાશગંગા, રેડિયેશન વગેરેનો અભ્યાસ કરતો ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યું છે.

  • 1 જાન્યુઆરી 2024, ISRO માટે ખૂબ જ ખાસ દિવસ
  • નવા વર્ષના પહેલા દિવસે ઈસરો રચશે ઈતિહાસ
  • એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ (XPoSat) મિશન થશે આવતી કાલે લોન્ચ
  • XPoSAT સેટેલાઇટ 1 જાન્યુઆરીએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
  • દેશનો પ્રથમ પલ્સર, બ્લેક હોલ, આકાશગંગા, રેડિયેશન વગેરેનો અભ્યાસ કરતો ઉપગ્રહ થશે લોન્ચ

પ્રાપ્ત વિગતો મુજબ આ ઉપગ્રહનું આયુષ્ય પાંચ વર્ષનું છે. જેના પરીક્ષણનું કાઉંટ ડાઉન આજે સવારે 8.10 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ઉપગ્રહ PSLV-C58 આવતીકાલે સવારે 9:10 વાગ્યે લોન્ચ થશે. આ પ્રક્ષેપણ પીએસએલવી રોકેટ શ્રેણીનું 60મું પ્રક્ષેપણ છે. 1 જાન્યુઆરીએ PSLV-C58 એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ (XPoSat) મિશન અને 10 અન્ય પેલોડ્સના પ્રક્ષેપણ પહેલા, ISROના વૈજ્ઞાનિકોએ મિશનની સફળતા માટે તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી હતી.

આ ઉપગ્રહ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તેમના સ્ત્રોતોના ફોટાઓ લેશે. તેમજ તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રમન સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા વગેરે. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે. તેમજ આ ઉપગ્રહમાં બે પેલેડ છે. પ્રથમ – POLIX અને બીજું XSPECT.

પોલિક્સ (POLIX) આ ઉપગ્રહની મુખ્ય પેલેડ છે. તે રમન સંશોધન સંસ્થા અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ 126 કિલોનું સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઈલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. આ સાથે જ તે 8-30 keV રેન્જના એનર્જી બેન્ડનો અભ્યાસ કરશે. તેમજ પોલિક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40નો અભ્યાસ કરશે.

Most Popular

To Top