National

તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ, કાશ્મીરમાં ઇસ્લામિક શાસનનું ષડયંત્ર રચવાનો આરોપ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને (Jammu-Kashmir) આતંકવાદથી (Terrorism) મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) (Muslim League Jammu and Kashmir) બાદ હવે સરકારે તહરીક-એ-હુર્રિયત (Tehreek-e-Hurriyat) ઉપર પ્રતિબંધ (Prohibition) મૂક્યો છે. સમગ્ર મામલે ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટર એખઅઉંટ ઉપર પોસ્ટ કરી માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. કારણકે આ સંગઠન આતંકવાદી પ્રવૃત્તિઓ સાથૈ સંકળાયેલું હોવાની સાથે કાશ્મિરને ઇસ્લામિક શાસન હેઠળ કરવા માટે ષડયંત્ર રચી રહ્યું હોવાની આશંકા છે.

ગૃહમંત્રીએ લખ્યું, “આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરવામાં સામેલ છે. આ જૂથ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.” આતંકવાદ સામે પ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને તરત જ પ્રતિબંધીત કરવામાં આવશે.

ભારત સરકારે તહરીક-એ-હુર્રિયત સંગઠન વિશે માહિતી આપતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે તે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી વિચારધારા ફેલાવી રહ્યું છે. આ લોકો આતંકવાદીઓને શ્રદ્ધાંજલિ આપે છે અને પથ્થરબાજીને પ્રોત્સાહન આપે છે. સંગઠનના લોકો ભારતીય કાયદાનું પાલન કરતા નથી અને કાશ્મીરને ભારતથી અલગ માને છે. આ સાથે જ ચાર દિવસમાં સરકારે કાશ્મીરમાં સક્રિય અન્ય એક મોટા સંગઠન સામે કાર્યવાહી કરી છે, જે આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે.

મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ જૂથ) ઉપર પણ પ્રતિબંધ
અગાઉ 27 ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે આ મામલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને કારણે આ સંગઠન પર UAPA હેઠળ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં દેશ વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં કરવામાં સામેલ છે. આ સાથે જ સંગઠન આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે. તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા લોકોને ઉશ્કેરે છે.

Most Popular

To Top