National

IIT BHUની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ

નવી દિલ્હી: IIT BHUની વિદ્યાર્થીની પર ગેંગરેપના (Gang Rape) ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની વારાણસી (Varanasi) પોલીસે આજે રવિવારે ઘટનાના 60 દિવસ બાદ આરોપીની ધરપકડ (Arrest) કરી હતી. આ સાથે જ ગુનામાં વપરાયેલી મોટરસાયકલ (Bike) પણ કબ્જે કરવામાં આવી છે.

આઈઆઈટી કેમ્પસમાં અડધી રાત્રે બુલેટ સાથે આવેલા ત્રણ છોકરાઓએ બંદૂકની અણી પર વિદ્યાર્થીના કપડાં ઉતારી દીધા હતા. આરોપીએ યુવતીના કપડા ઉતાર્યા બાદ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટના બાદ IIT BHUના કેમ્પસમાં સુરક્ષાની માંગ સાથે લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ વારાણસીના રહેવાસી છે અને પોલીસે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બુલેટ બાઇક પણ કબ્જે કરી લીધી છે. આરોપીઓના નામ કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ છે જેમની વારાણસીથી જ ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો
પીડિતા IIT બીજા વર્ષની વિદ્યાર્થીની છે. તેમજ તેણી 2 નવેમ્બરના રોજ રાત્રે લગભગ 1.30 વાગ્યે તેની નવી ગર્લ્સ હોસ્ટેલમાંથી ફરવા નીકળી હતી. ત્યારે રસ્તામાં તેણીને તેનો એક મિત્ર મળ્યો હતો. તેની સાથે તેણી થોડે દૂર ગઇ હતી. ત્યારે તેણીને બુલેટ બાઇક પર સવાર ત્રણ અજાણ્યા યુવકો કેમ્પસની અંદર મળ્યા હતાં. તેમજ તેણીને તેના મિત્રથી જબરદસ્તી દુર કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે તેને માત્ર એક તરફ લઈ જઈને ધમકાવવામાં આવી હતી. એટલું જ નહીં પણ બદમાશોએ તેના કપડા પણ ઉતારી દીધા અને તેને કિસ પણ કરી હતી. એટલું જ નહીં પણ આરોપીએ તેનો વીડિયો પણ બનાવી મોબાઈલ નંબર પણ લીધો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન IIT-BHUની વિદ્યાર્થીની લગભગ 10-15 મિનિટ સુધી બદમાશો વચ્ચે ફસાયેલી રહી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીની ફરિયાદ પર પોલીસે IPC, 506 અને 66 IT એક્ટની કલમ 354(b) હેઠળ કેસ નોંધ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓએ IIT-BHUના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યા હતા.

થોદા સમય બાદ આ ઘટનામાં પોલીસે ગેંગ રેપ (IPC 376-D) અને ઈલેક્ટ્રોનિક માધ્યમથી જાતીય સતામણી (IPC 509) સંબંધિત કલમોમાં વધારો કર્યો હતો. પીડિતાના નિવેદનના આધારે આ બંને કલમો વધારવામાં આવી હતી. પોલીસ ઉપરાંત વિદ્યાર્થીનું લેખિત નિવેદન પણ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું હતું. પીડિત વિદ્યાર્થીએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું કે આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો. તેમજ તેણીના બળજબરીથી કપડા કાઢી નાંખવાની અને વીડિયો બનાવ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી પણ આપી હતી.

Most Popular

To Top