National

PM મોદીએ વર્ષના છેલ્લા મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, ‘ભારત નવીનતાનું હબ બની રહ્યું છે’

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 108મો એપિસોડ આજે પ્રસારિત થઈ રહ્યો છે. જે આકાશવાણી સહિત અન્ય પ્લેટફોર્મ પર સાંભળી શકાશે. ‘મન કી બાત’ 31 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે ટેલિકાસ્ટ થઇ રહેલા શોમાં તેઓએ કેટલીક જરુરી વાતો કરી છે. જેમાં તેઓએ કહ્યું કે ‘ભારત નવીનતાનું હબ બની રહ્યું છે.’ આ સાથે જ તેમણે અન્ય વાતો પણ કરી છે.

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ શ્રોતાઓને સંબોધતા કહ્યું કે ‘108 પોઈન્ટનું ખૂબ મહત્વ છે. જપમાળામાં 108 માળા, 108 વખત જાપ, 108 દિવ્ય મણકા, મંદિરોમાં 108 સીડી, 108 ઘંટ, આ સંખ્યા અનંત શ્રદ્ધા સાથે જોડાયેલી છે. આ જ કારણે મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે. છેલ્લા એપિસોડમાં અમે જનભાગીદારીના ઘણા સીમાચિહ્નો પાર કર્યા છે. હવે આપણે નવા સંકલ્પો સાથે નવી ગતિએ આગળ વધવાનું છે. આ સાથે જ પીએમ મોદીએ દેશવાસીઓને નવા વર્ષ 2024ની શુભકામનાઓ પાઠવી હતી.

આ સાથે જ વડાપ્રધાને કહ્યું કે ‘આ વર્ષે આપણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. દેશ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે. તેમજ G20નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છે. આપણે આવતા વર્ષે પણ આ જ ભાવના જાળવી રાખવાની છે. આજે પણ ઘણા લોકો મને ચંદ્રયાન-3ની સફળતા માટે મેસેજ મોકલી રહ્યા છે. ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકોની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

નાટુ-નાટુ ગીતએ ઓસ્કાર જીત્યો ત્યારે આખો દેશ ખુશ હતો. આપણા ખેલાડીઓએ પણ આ વર્ષે રમતગમતમાં સારું પ્રદર્શન કર્યું. ક્રિકેટ વર્લ્ડ કપમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ ભારતના પ્રયાસોને કારણે, 2023ને ‘બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.’

આ સાથે જ વડાપ્રધાને ગુજરાતના ડાયરા પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ તેમણે સાવિત્રીબાઈ ફૂલેને યાદ કર્યા હતાં. પીએમ મોદીએ કુદુખ ભાષામાં શિક્ષણ આપતી શાળાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ તેમણે કહ્યું કે દેશમાં 70 હજાર અમૃત સરોવરોનું નિર્માણ પણ આપણી સામૂહિક સિદ્ધિ છે. તેમજ ભારતનું ઇનોવેશન હબ બનવું એ ભારતની પ્રગતિની નિશાની છે.

Most Popular

To Top