Gujarat

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ: ઈઝરાયલમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં ગુજરાતીઓના જીવ અદ્ધરતાલ

વડોદરા: ઇઝરાયલ – હમાસ વચ્ચેના (Israel-Hamas War) ભીષણ યુદ્ધમાં કેટલાય લોકો અટવાઈ પડ્યા હતા. હમાસ સંગઠન દ્વારા અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નાગરિકો ફસાઈ ગયા હતા. કેટલાયના મૃત્યુ થયા છે તો કેટલાકને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. જો કે હાલમાં ઈઝરાયલમાં કેટલાક શહેરોમાં ગુજરાતીઓ (Gujarati) હજુ પણ અધ્ધર જીવે રહી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઇઝરાયલમાં હમાસ સંગઠન દ્વારા થયેલ હુમલામાં નાગરિકો સાથે ક્રૂરતા ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું હતું. સવારે અચાનક જેવા નાગરિકો હુમલાઓના અવાજથી ઇઝરાયલ ધમધમી ઉઠ્યું હતું. અને નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઈઝરાયલમાં ગુજરાતના અનેક લોકો કેર ટેકર તરીકે ગયા છે. અને ત્યાં વસવાટ કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ગુજરાતના 5 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. ત્યારે હાલમાં કેટલાક શહેરોમાં હજુ પણ દહેશતનો માહોલ છે જયારે કેટલાક શહેરોમાં શાંતિનો માહોલ છે. ગાઝી બોર્ડરથી 50 કિમીના વિસ્તારમાં લોકો ભયમાં છે. જો કે ઇઝરાયલ આર્મીએ સમગ્ર વિસ્તાર ઉપ પોતાનો કબ્જો જમાવી આતંકીઓને શોધવાની કામગીરી શરુ કરી છે. ઈઝરાયલમાં વસવાટ કરતા ગુજરાતીઓ સાથે જાણવા મળ્યું હતું કે હાલ ઇન્ડિયન એમ્બેસીએ લિંક જાહેર કરી છે અને જે લોકો ભારત પરત આવવા વિગતો મંગાવવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં તેઓને ભારત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકો એક બીજાની મદદ કરી રહ્યા છે.

ઈઝરાયલમાં અચાનક હુમલો શરુ થયો. એસ્કેલોન શહેરમાં અનેક હુમલા થયા છે. અને અહીં અનેક નાગરિકો અટવાયા હતા. ઇઝરાયલના કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જેમાં 3 ભારતીય હોવાનું પણ જાણવા મળ્યું છે જયારે એક મહિલા લાપતા છે. લોકોએ કેટલાયને બંદી બનાવ્યા હતા. મહિલાઓનું અપહરણ કર્યું હતું અને તેઓની સતામણી કરવામાં આવી હતી. હાલ લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ સ્વયંસેવકો કામે લાગ્યા છે. ઇઝરાયલ આર્મી હાલ આતંકીઓને શોધવા કામે લાગી છે. – ડો. નિકી શાઈ, સભ્ય, ઇન્ડિયન કોમ્યુનિટી ઇઝરાયલ અને પૂર્વ સભ્ય એસ્કેલોન મ્યુનિસિપાલિટી

અમોને સૂચના મળે એટલે બંકરમાં જતા રહીએ
અમે તેલ અવીવ શહેરથી 8 કિમીના અંતરે કેથેટીકવા શહેરમાં રહીએ છે. અહીં લગભગ 200 થી 300 જેટલા ભારતીયો રહે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, સહિતના લોકો અહીં છે. મોટા ભાગના લોકો અહીં કેર ટેકર તરીકે કામ કરે છે. હાલ સુધી અહીં શાંતિ હતી પરંતુ આજે સવારે જ અહીંથી થોડા અંતરે એક વિસ્ફોટ થયો છે. અમને સૂચના મળે એટલે તરત અમે બંકરમાં જતા રહીએ છે. હાલ અહીં સલામત છે. અને પ્રાર્થના કરીએ છે કે સ્થતિ સંપૂર્ણ સારી થઇ જાય – સંદીપ ભાટિયા, મૂળ અમદાવાદ હાલ ઇઝરાયલના રહેવાસી

Most Popular

To Top