World

વિશ્વમાં મુસ્લિમોની હત્યાથી નારાજ વ્યકિતએ પેરિસમાં એફિલ ટાવર પાસે કર્યો હુમલો, એકનું મોત

નવી દિલ્હી: ઇઝરાયેલ-હમાસ યુદ્ધનું (Israel-Hamas War) યુદ્ધવિરામ પૂર્ણ થયા બાદ ઇઝરાયેલે બેફામ હુમલાઓ શરૂ કરી દીધા છે. જેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. જ્યારે એક પેલેસ્ટિનિયન સમર્થકે શનિવારે મોડી રાત્રે પેરિસના (Paris) એફિલ ટાવર પાસે ચપ્પુથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં એક જર્મન પ્રવાસીનું મોત (Murder) નિપજ્યું હતું. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ હુમલો કરનાર વ્યક્તિ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સહિક સમગ્ર વિશ્વમાં મુસ્લિમોના મોતને લઇને નારાજ હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે હુમલાખોરનું માનસિક રીતે અસ્વસ્થ છે. એટલું જ નહિ હુમલો કરતી વખતે આ વ્યકિત અલ્લાહ હુ અકબરના નારાઓ પણ લગાવતો હતો.

ગૃહમંત્રીએ શનિવારે કહ્યું કે પોલીસે 26 વર્ષીય ફ્રેન્ચ નાગરિકની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે શંકાસ્પદને 2016માં બીજા હુમલાની યોજના માટે ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને ફ્રેન્ચ સુરક્ષા સેવાઓની વોચ લિસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને તે માનસિક બીમારીથી પીડિત હતો.

આ હુમલો IST સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે વ્યક્તિએ એફિલ ટાવરથી માત્ર ફૂટ દૂર ક્વાઈ ડી ગ્રેનેલ પર એક પ્રવાસી દંપતી પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક જર્મન નાગરિકને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે તેનો પીછો કર્યો અને પકડાય તે પહેલા તેણે હથોડી વડે અન્ય બે લોકો પર હુમલો કરી ઘાયલ કર્યો.

તેમણે વધુમાં કહ્યું કે શંકાસ્પદ અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યો હતો. તેણે પોલીસને કહ્યું કે તે અસ્વસ્થ છે કારણ કે અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઈનમાં ઘણા મુસ્લિમો મરી રહ્યા છે. ગાઝાની સ્થિતિ અંગે પણ ચિંતિત હતો.

Most Popular

To Top