National

ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ પર દેશની નજર: જીતની સંભાવનાઓ વચ્ચે કોણ હશે CM પદનો ચેહરો?

નવી દિલ્હીઃ (New Delhi) ભારતના રાજકીય ઈતિહાસમાં 3જી ડિસેમ્બરનો (December) દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. ચાર રાજ્યોની ચૂંટણીના (Election) પરિણામ રવિવારે 3જી ડિસેમ્બરે આવશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પરિણામો આ દિવસે આવવાના છે. જો કે આ પહેલા મિઝોરમના પરિણામ પણ રવિવારે જાહેર થવાના હતા પરંતુ ચૂંટણી પંચે તેને એક દિવસ મોકૂફ કરીને સોમવાર પર મુક્યું છે. દરમિયાન ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામોની ઉત્તેજના રવિવારે સવારથી જ શરૂ થઈ જશે. પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો અને સામાન્ય જનતા સહિત તમામની નજર આ ચૂંટણી પરિણામ પર કેન્દ્રિત રહેશે. દરેક લોકો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીના પરિણામો ઘણી હદ સુધી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીનો મૂડ જણાવશે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે સવારે 8 વાગ્યાથી આવવાનું શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે તેલંગાણાની જનતાએ આગામી પાંચ વર્ષ માટે કોને ચૂંટ્યા છે. શું KCR ફરી એક વાર પરત ફરશે કે કોંગ્રેસની છ ગેરંટી સ્કીમનો જાદુ કર્ણાટક પછી અહીં પણ કામ કરશે? શું તેલંગાણાના લોકોએ ભાજપને પણ પસંદ કરી છે? આ દરેક બાબતો રવિવારે સ્પષ્ટ થઈ જશે. બીજી તરફ છત્તીસગઢમાં ટીએસ સિંહદેવ મજબૂત છે પરંતુ જો કોંગ્રેસ જીતશે તો તે ભૂપેશ બઘેલને હટાવી શકશે નહીં. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનવાની પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપ રાજ્યમાં પુનરાગમન કરી રહ્યું છે. આ સાથે ચર્ચા શરૂ થઈ છે કે જો ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે? મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સમગ્ર ચૂંટણી દરમિયાન એકલા હાથે કામ કરી રહ્યા હોવાનું પિક્ચર પણ પાછલા દિવસોમાં સામે આવ્યું છે. તેમણે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 160 થી વધુ રેલીઓ કરી છે. જ્યારે તેઓ સ્ટેજ પરથી પૂછતા હતા કે મારે ફરીથી સીએમ કે મુખ્યમંત્રી બનવું જોઈએ કે નહીં? હવે જનતાનો મૂડ શું છે તે રવિવારે સામે આવશે.

બીજી તરફ રાજસ્થાનમાં અશોક ગેહલોત એ બતાવવાની કોશિશ કરતા રહ્યા કે લોકોએ તેમને મત આપવો જોઈએ. જોકે એક્ઝિટ પોલ્સમાં તેમના માટે સંકેતો સારા દેખાઈ રહ્યા નથી. જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ પદ માટે મનાવી રહ્યા હતા ત્યારે ગેહલોતના નેતાઓએ રાજીનામું આપવાની વાત કરી હતી. પરંતુ અગર રાજસ્થાનમાં કોંગ્રેસ આવે તો એટલું જરૂર રહેશે કે જો રાજસ્થાનમાં જનતાએ કોંગ્રેસને મત આપ્યો છે તો તે મત ગેહલોતને જ ગણવામાં આવશે. આ તરફ સચિન પાયલોટે પોતાને સમજાવ્યું છે કે ધીરજ રાખવી જરૂરી છે. એક વાત તેમના પક્ષમાં જાય છે. જો રાજસ્થાનમાં અનેક મંત્રીઓ ચૂંટણી હારી જશે તો કોંગ્રેસ અને હાઈકમાન્ડ મજબૂત બનશે.

Most Popular

To Top