Gujarat

રાજ્યભરમાં GSTનું સર્ચ ઓપરેશન, 28 ડ્રાયફ્રૂટ વેપારીની 20 કરોડની કરચોરી પકડાઈ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ (GST Department) દ્વારા ડ્રાય ફ્રુટ્સ વિક્રેતાઓ ઉપર સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટના 28 જેટલા ડ્રાયફ્રુટ વિક્રેતાઓના 51 જેટલા ધંધાના સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 20 કરોડથી વધુના છુપા વ્યવહારો- કરચોરી શોધી કાઢવામાં આવી છે.

  • GSTનું સર્ચ ઓપરેશન, 28 ડ્રાયફ્રૂટ વેપારીની 20 કરોડની કરચોરી પકડાઈ
  • અમદાવાદમાં 30- સુરતમાં 14- રાજકોટમાં 7 સ્થળો ઉપર સર્ચ ઓપરેશનથી GST ચોરોમાં ફફડાટ
  • 51 સ્થળે દરોડામાં ક્યાંક સ્ટોક તફાવત મળી આવ્યો, ક્યાંક બિલ વગર જ વેચાણ થયાનું જણાયું

સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદ, સુરત અને રાજકોટમાં કુલ 28 જેટલા ડ્રાય ફ્રુટ્સ વિક્રેતા વેપારીઓના 51 જેટલા ધંધાના સ્થળોએ સર્ચ ઓપરેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે 20 કરોડથી વધુના છુપા વેચાણ વ્યવહારોની કરચોરી બહાર આવી છે.

જીએસટી વિભાગ દ્વારા અમદાવાદમાં 30 સ્થળો ઉપર, સુરતમાં 14 સ્થળો ઉપર જ્યારે રાજકોટમાં 7 સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મોટાભાગના વેપારીઓના ધંધાના સ્થળોએ હિસાબમાં માલ સ્ટોક અને હાજર સ્ટોકમાં તફાવત જોવા મળ્યો હતો. કેટલાક વેપારીઓ દ્વારા એચએસએન કોડમાં ફેરફાર કરીને કાયદાની જોગવાઈ મુજબ ભરવાપાત્ર વેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હતો. જ્યારે અમુક વેપારીઓ દ્વારા બિલ વગર જ માલનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

Most Popular

To Top