National

મુંબઇના ચૌપાટી વિસ્તારની ચાર માળની બિલ્ડીંગમાં આગ: 3ના મોત, ઘણા ફસાયા

મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના (Mumbai) ગિરગાંવ ચૌપાટી (Chaupati) વિસ્તારની એક ચાર માળની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ (Fire) લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ચાર માળની આ બિલ્ડિંગમાં ગત રાત્રીએ શનિવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા બીએમની (BMC) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બચાવની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ગિરગાંવ ચૌપાટી સ્થિત ચાર માળની બિલ્ડિંગમાં શનિવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ફાયર કર્મીઓએ ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. બિલ્ડીંગની અંદર ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

BMCએ વધુમાં જણાવ્યું કે મુંબઈના ગિરગામ ચૌપાટી વિસ્તારમાં ગોમતી ભવન બિલ્ડિંગમાં લેવલ-2માં આગ લાગી હતી. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગને ઠારવાની કામગીરી હાથ ધરી છે. આગ બિલ્ડીંગના ત્રીજા અને ચોથા માળ ઉપર જ લાગી છે. હજી સુધી તે આખી બિલ્ડિંગમાં ફેલાઇ નથી.

સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાંગણેકર રોડ પર સ્થિત ગોમતી ભવનના ત્રીજા અને ચોથા માળે શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યાની આસપાસ આગની લાગવાની માહિતી મળી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમજ હાલ આગને ઠારવાના પ્રયાસો કરી રહી છે. આગ લાગવાનું કારણ તાત્કાલિક ધોરણે જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ શર્કિટના કારણે આ આગ લાગી હોવાનું કહી શકાય છે.

ફાયર અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગમાંથી ત્રણ લોકોના સળગેલા મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં એક પુરૂષ અને બે મહિલાઓ છે. અધિકારીએ જણાવ્યું કે ત્રણેયના મૃતદેહ બિલ્ડિંગના ત્રીજા માળેથી મળી આવ્યા હતા. એક બેડરૂમમાં અને બીજો બાથરૂમમાં હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં કુલ પાંચ લાઇન તૈનાત કરવામાં આવી છે. નિસરણીમાંથી બે લાઇન, સળગેલી બિલ્ડિંગની ઉત્તર બાજુની બિલ્ડિંગમાંથી એક, દક્ષિણ બાજુની બિલ્ડિંગમાંથી એક અને એંગસથી એક સીડી લાગાવવામાં આવી છે. આમ, ટૂંક સમયમાં જ આ રેક્યૂ પૂર્ણ થાય તેવી આશા છે. હજી ઘણા લોકો આ બિલ્ડિંગમાં ફસાયા છે.

Most Popular

To Top