World

ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનો પર ખોમેનીએ તોડ્યું મૌન, કહ્યું- હિંસા પાછળ અમેરિકા અને ઈઝરાયેલ

ઈરાનમાં (Iran) હિજાબના (Hijab) મુદ્દે દેશભરમાં વિરોધ (Protest) પ્રદર્શન ચાલુ છે. પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના (Mahsa Amini) મોત બાદ વિરોધ હિંસક બન્યો છે. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 92 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં નોર્વેના ઈરાન હ્યુમન રાઈટ્સ (IHR) NGOને ટાંકીને આ આંકડો રજૂ કરવામાં આવ્યો છે. દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમેનીએ (Ayatollah Ali Khamenei) સમગ્ર મામલામાં પ્રથમ વખત નિવેદન જારી કર્યું અને હિંસક રમખાણોની નિંદા કરી. તેમણે આ હિંસા પાછળ અમેરિકા અને ઇઝરાયેલનો હાથ બતાવ્યો છે.

  • ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમેનીએ હિંસા પાછળ અમેરિકા અને ઇઝરાયેલનો હાથ બતાવ્યો
  • ઇરાનમાં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મોત બાદ વિરોધ હિંસક બન્યો હતો
  • પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 92 લોકોના મોત
  • દેશભરમાં હિજાબ વિરોધી પ્રદર્શનો ચાલુ છે

તેમનો ઈરાદો ઈરાનને અસ્થિર કરવાનો છે – ખોમેની
તેમણે મહસા અમીનીના મૃત્યુને દુ:ખદ ઘટના ગણાવી અને દેશમાં ચાલી રહેલા રમખાણો માટે વિદેશી ષડયંત્રને જવાબદાર ગણાવ્યું હતુ. તેમણે અમેરિકા અને ઈઝરાયેલ પર દેશમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે તેમનો ઈરાદો ઈરાનને અસ્થિર કરવાનો હતો. ઈરાન હ્યુમન રાઈટ્સ (IHR) ગ્રૂપે રવિવારે કહ્યું કે વિરોધ પ્રદર્શનમાં 92 લોકોના મોત થયા છે. યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ મહસાની અટકાયત કરવામાં આવી હતી. 16 સપ્ટેમ્બરે 22 વર્ષની યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.

છોકરીનું મૃત્યુ ખૂબ જ ખેદજનક હતું – ખોમેની
તેહરાનમાં પોલીસ તાલીમાર્થીઓની કેડરને સંબોધતા ઈરાની નેતાએ કહ્યું કે યુવાન છોકરીનું મૃત્યુ અત્યંત ખેદજનક હતું. આ કૃત્યોને યોગ્ય ઠેરવી શકાય નહીં. આ બિલકુલ પણ સામાન્ય છે અને કુદરતી નથી. આ હિંસા યુએસ અને ઈઝરાયેલ દ્વારા સુનિયોજીત હતી. તેમણે કહ્યું કે હું સ્પષ્ટપણે કહી શકું છું કે આ રમખાણો અને અસલામતી પાછળ અમેરિકા અને ઈઝરાયલનો હાથ હતો. જેમાં વિદેશમાં ભાડે રાખેલા કામદારો અને કેટલાક ઈરાની દેશદ્રોહીઓએ તેમને મદદ કરી હતી. અમે ઘણા તોફાનો જોયા છે ખાસ કરીને ફ્રાન્સમાં. શું અમેરિકાએ તેમાંથી કોઈને મદદ કરી હતી?

આ વિદેશીઓની ભૂમિકા સાબિત કરે છે: ઈરાની નેતા
ખોમેનીએ પૂછ્યું કે શું તેમણે ક્યારેય નિવેદનો આપ્યા છે, એકતા વ્યક્ત કરી છે અથવા પેરિસના તોફાનીઓને ઇન્ટરનેટ પ્રદાન કર્યું છે? આ વિદેશીઓની ભૂમિકા સાબિત કરે છે. એક યુવતિના મોત પર અમેરિકાનું શોક વ્યક્ત કરવું ફક્ત ડ્રામા છે. તે ખુશ છે. તેમણે કહ્યું કે તાજેતરની ઘટનાઓ પાછળ આ બદમાશોનો હાથ છે. લડાઈ કોઈ છોકરીના મૃત્યુ અથવા હિજાબના મુદ્દા વિશે નથી. અધૂરા હિજાબવાળી ઘણી મહિલાઓ ઇસ્લામિક રિપબ્લિકની કટ્ટર સમર્થક છે અને ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચુકી છે. લડાઈ ઈરાનની આઝાદીની છે.

જણાવી દઈએ કે મહેસા અમીનીના કસ્ટોડિયલ મૃત્યુના ત્રણ અઠવાડિયા પછી દેશભરમાં હિજાબ વિરોધી પ્રદર્શનો ચાલુ છે. ઈરાન સરકાર આ પ્રદર્શનોને લઈને ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે.

Most Popular

To Top