Sports

IPL પર કોરોનાના વાદળો મંડરાયા, સનરાઈઝર્સ હૈદરાબાદનો આ ખેલાડીનો ટેસ્ટ આવ્યો પોઝીટીવ

લાંબા સમય બાદ UAE માં શરૂ થયેલા IPL ના Phase-2માંથી ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. IPL પર ફરી એકવાર કોરોના બિમારીના વાદળો મંડરાયા છે. દિલ્હી કેપિટલ્સ સામે સાંજે મેચ શરૂ થાય તેના ગણતરીના કલાકો પહેલાં જ સનરાઈઝર્સ હૈદરાબાદનો આધારભૂત ખેલાડી કોરોનામાં (Covid-19) સપડાયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદની (sunrisers Hyderabad)ટીમના એક ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હોવાની માહિતી મળી છે. આ સમાચાર મળતા જ આ ખેલાડીના સંપર્કમાં આવેલા અન્ય 6 ખેલાડીઓને આઈસોલેશન (ISolation) માં મોકલી દેવાયા છે.

UAE થી આવેલી ખબરો અનુસાર સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો મહત્ત્વનો પેસર બોલર કોરોનાગ્રસ્ત થયો છે. ભારતીય બોલર ટી. નટરાજન (T Natrajan) નો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેમ છતાં બુધવારે સાંજે દિલ્હી કેપિટલ્સ સાથે રમાનારી મેચ યથાવત રાખવામાં આવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના RTPCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) 19 સપ્ટેમ્બરથી યુએઈમાં (UAE) શરૂ થઈ છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દુબઈમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ યુએઈમાં આયોજિત આઈપીએલ ફેઝ -2 માં અમુક શરતો સાથે ચાહકો માટે સ્ટેડિયમના દરવાજા ખોલ્યા છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)અને મુંબઈ ઇન્ડીયન્સ (MUMBAI INDIANS) વચ્ચે છે. દુબઈમાં આજે ધમાસાણ છે. બંને IPLની સૌથી મજબૂત અને સફળ ટીમો છે, તેથી જંગ ખૂબ જ જબરદસ્ત છે.

મેચ શરૂ થવા પહેલાં નિયમિતપણે થતાં RTPCR ટેસ્ટમાં ટી. નટરાજનનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યાર બાદ નટરાજનના સંપર્કમાં આવેલા ખેલાડી અને સપોર્ટ સ્ટાફને આઈસોલેશનમાં મુકી દેવાયા છે, જેના લીધે સનરાઈઝર્સ હૈદરાબાદને ખૂબ મોટો ફટકો પડ્યો છે. જે ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે, તેમાં વિજય શંકર, વિજય કુમાર (ટીમ મેનેજર), શ્યામ સુંદર (ફિઝીયોથેરાપિસ્ટ), અંજના વન્નન (ડોક્ટર),  તુષાર ખેડકર (લોજીસ્ટિક મેનેજર), પીએ. ગણેશન (નેટ બોલર) સામેલ છે. ટીમના અન્ય સ્ટાફનો પણ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

IPL ની આ સિઝનની શરૂઆતમાં કોરોનાનો કેસ નોંધાયા હતા. ત્યારે IPL ભારતમાં રમાઈ રહી હતી. કોરોનાના લીધે તેને વચ્ચેથી જ બંધ કરવી પડી હતી. લાંબા સમય બાદ સિઝનને પૂરી કરવી માટે UAE માં 19 સપ્ટેમ્બર IPL ફરી શરૂ કરવામાં આવી છે. હવે સિઝન પુરી થવાના બે જ દિવસમાં ફરી કોરોનાના કેસ નોંધાયા છે.

Most Popular

To Top