Sports

IPL આવતા વર્ષથી તેના જૂના ફોર્મેટમાં પરત ફરશે

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝનથી તેના મૂળ પ્રી-કોવિડ ફોર્મેટમાં (Pre Covid Formet) પરત ફરશે, જેમાં ટીમો તેમના હોમ ગ્રાઉન્ડ (Home Ground) અને વિરોધી ટીમના મેદાન (Playground) પર મેચો રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ અંગે બોર્ડ સાથે જોડાયેલ સંસ્થાઓને જાણ કરી દીધી છે.

  • બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીએ આઇપીએલના નવા ફોર્મેટ સંબંધે બોર્ડ સાથે જોડાયેલી સંસ્થાઓને જાણ કરી
  • પ્રિ કોવિડ ફોર્મેટમાં દરેક ફ્રેન્ચાઇઝી ટીમો હોમ અને અવે ગ્રાઉન્ડ પર રમતી હતી તે મુજબ 2023માં ટૂર્નામેન્ટ રમાશે

2020માં, કોરોના રોગચાળો ફાટી નીકળવાના કારણે, આઇપીએલનું આયોજન કેટલીક જગ્યાએ કરવામાં આવ્યું હતું. 2020માં, યુએઇના દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં ત્રણ સ્થળોએ ખાલી સ્ટેડિયમમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 2021માં, આ ટી-20 ટૂર્નામેન્ટ ચાર સ્થળો દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી. પરંતુ હવે રોગચાળો કાબૂમાં છે અને તેથી આ લીગ હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાનમાં એમ જૂના ફોર્મેટમાં રમાશે.
રાજ્યના એકમોને મોકલવામાં આવેલા મેસેજમાં ગાંગુલીએ કહ્યું હતું કે આઈપીએલનું આયોજન આવતા વર્ષથી હોમ ગ્રાઉન્ડ અને વિપક્ષી ટીમના મેદાન પર મેચ રમવાના ફોર્મેટમાં કરવામાં આવશે. તમામ 10 ટીમો પોતપોતાના સ્થળોએ પોતપોતાની ઘરઆંગણાની મેચો રમશે. બીસીસીઆઇ 2020 પછી પ્રથમ વખત તેની સંપૂર્ણ ડોમેસ્ટિક સીઝનનું આયોજન કરી રહી છે જેમાં ટીમો ઘરેલું અને વિપક્ષના મેદાનના જૂના ફોર્મેટમાં રમી રહી છે.

આવતા વર્ષથી બીસીસીઆઇની બહુપ્રતિક્ષિત મહિલા આઇપીએલના આયોજનની પણ યોજના
બીસીસીઆઇ આવતા વર્ષની શરૂઆતમાં બહુપ્રતિક્ષિત મહિલા આઇપીએલનું આયોજન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. પીટીઆઈએ ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપ પછી માર્ચમાં મહિલા આઇપીએલ યોજવામાં આવી શકે છે.20 સપ્ટેમ્બરના રોજ મોકલવામાં આવેલા એક મેસેજમાં, ગાંગુલીએ કહ્યું હતું કે બીસીસીઆઇ હાલમાં બહુપ્રતીક્ષિત મહિલા આઇપીએલના આયોજન પર કામ કરી રહ્યું છે. તેનું પ્રથમ સત્ર આવતા વર્ષની શરૂઆતમાં યોજાય તેવી શક્યતા છે. મહિલા આઇપીએલ ઉપરાંત બીસીસીઆઇ ગર્લ્સ અંડર-15 વન-ડે ટુર્નામેન્ટનું પણ આયોજન કરવા જઈ રહી છે.

Most Popular

To Top