SURAT

ખુરશીનો મોહ : નિવૃત ડેપ્યુટી કમિશનર કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં છ દિવસ સુધી મનપાની ઓફિસ-ગાડી વાપરતાં રહ્યા!

સુરત : સુરત (Surat) મહાનગર પાલિકામાં નિવૃત્ત થયા બાદ પણ ખુરશીનો મોહ છુટતો નથી તે વાત નવી નથી. અનેક અધિકારીઓ નિવૃત્તિ બાદ એડવાઇઝર કે અન્ય કોઇ પોસ્ટ પર એકાદ બે વર્ષ રાજકીય વગ કે જે તે વખતના કમિશનર (Commissioner) સાથેની નિકટતાનો લાભ લઇ ખેંચી કાઢતા હતા. ગત વર્ષ નિવૃત્ત થયેલા ડેપ્યુટી કમિશનર (Retired Deputy Commissioner) રાજેશ પંડ્યાએ પણ એડવાઇઝર (Advisor) તરીકે એક વર્ષ ખેંચી કાઢયા બાદ હજુ પણ સુરત મનપામાં પગદંડો જમાવી રાખવા પ્રયાસો કર્યા હતા.

જો કે આખરે મનપા કમિશનરે તેના વિભાગો અન્ય અધિકારીઓને ફાળવી દઇ વધુ એક્સટેન્શન (Extensions) પર પુર્ણ વિરામ મુકી દીધુ છે. જો કે મનપા સાથે કોન્ટ્રાકટ (Contract) પુરો થઇ ગયા બાદ પણ મનપાની ઓફિસ અને ગાડી સહીતની સુવિધાઓનો ઉપયોગ ચાલુ રાખતા વિવાદ થયો છે. 31મી ડિસેમ્બરે કોન્ટ્રાકટ પુરો થયા બાદ રાજેશ પંડ્યાએ સિટીલીંકમાં ડિરેક્ટર તરીકે ચાલુ રહેવાની માંગણી કરી, છતાં કોન્ટ્રાક્ટ રીન્યુ (Renew) ના કરાયો

નિવૃત ડેપ્યુટી કમિશનર ડિરેક્ટર તરીકે ચાલુ રહેવાની માંગણી છતાં કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરાયો

રાજેશ પંડ્યા ગત વર્ષ નિવૃત્ત થયા બાદ તેને મનપા દ્વારા 11 માસનો કોન્ટ્રકટ કરીને તેને એડવાઇઝર તરીકે નિમણુંક આપી હતી. જે કોન્ટ્રાકટ 31મી ડિસેમ્બરના રોજ પુરો થઇ ગયો હતો અને પંડ્યાએ પોતાને સિટીલીંકના ડિરેકટર તરીકે ચાલુ રાખવા અને ગાડી તેમજ ઓફિસની સુવિધા આપવાની માંગણી કરતો પત્ર મનપા કમિશનરને લખ્યો હતો.

જો કે શાસકો કે કમિશનરે તેને રીપીટ કરવા ઉત્સુકતા બતાવી નથી અને ગુરૂવારે કમિશનરે તેના ખાતાઓ અન્ય અધિકારીઓને સોંપી દઇને રીપીટ થવા પર પુર્ણવિરામ મુકી દીધું છે. જો કે છેલ્લા છ દિવસથી કોન્ટ્રાકટ પુરો થયા બાદ પણ પંડ્યા મનપાની મીટીંગોમાં હાજર રહ્યા હતા તેમજ ઓફિસ અને ગાડીનો ઉપયોગ કર્યો હોવાથી વિવાદ થયો છે. અત્રે ઉલ્લખનીય છે કે પંડ્યાને કોન્ટ્રકટ પર 11 માસ નિમણુંક આપવાના ઠરાવને પણ હજુ સુધી સરકારે માન્યતા આપી નથી.

Most Popular

To Top