National

ભારતીય નૌકાદળને મળી મોટી સફળતા: પહેલીવાર જહાજ પરથી બ્રહ્મોસ મિસાઈલનું સફળ ટેસ્ટિંગ કર્યું

નવી દિલ્હી: ભારતીય નૌકાદળના (IndianNavy) યુધ્ધ જહાજ આઇએનએસ ઇમ્ફાલ (INS Imphal) ઉપરથી સૂપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રમ્હોસનું (Bramhos) પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. આ સફળતા ખાસ હોવાનું પણ એક જરૂરી કારણ છે. ઇતિહાસમા પહેલી વાર ભારતે કોઇ જહાજ ઉપર મિસાઇલનું (missile) સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ લોંચિગ બાદ 90 ડિગ્રીએ ફરી જાય છે. તેમજ દુશ્મનોનો નાશ કરે છે. આ સાથે જ ભારતીય નૌકાદળમાં એક નવી ઉપલબ્ધિનો સમાવેશ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય નૌકાદળે પ્રથમ વાર યુદ્ધ જહાજમાંથી મિસાઈલ છોડ્યું છે. આ યુદ્ધ જહાજનું નામ વિશાખાપટ્ટનમ ક્લાસ ઈન્ડિજીનસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS ઈમ્ફાલ છે. જેમાંથી વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેનો વિડિયો સામે આવ્યો છે.

યુદ્ધ જહાજ INS ઇમ્ફાલથી છોડવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલએ સીધો લક્ષ્ય ઉપર નિશાનો સાધ્યો હતો. આ મિસાઇલ ઇમ્ફાલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. તેમજ અ મિસાઇલ 2024ના અંત સુધીમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. INS ઇમ્ફાલ મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવ્યું છે. જે દેશનું પ્રથમ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે.

આ યુદ્ધ જહાજ પર 48 વર્ટિકલ લોન્ચ સિસ્ટમ્સ (VLS) છે. આ સાથે જ જહાજ પાસે એન્ટી એયર વોરફેયર તરિકે 32 બરાક- 8 સરફેસ ટૂ એયર પ્રહાર કરની મિસાઇલો છે. આ સિવાય જહાજ ઉપર 16 બ્રહ્મોસ એન્ટિ-શિપ મિસાઇલોને એન્ટિ-સરફેસ વોરફેર તરીકે તૈનાત કરવામાં આવી છે.

આ સિવાય જહાજ ઉપર 4 ટોર્પિડો ટ્યુબ છે. 2 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર સ્થાપિત છે. આ યુદ્ધ જહાજમાં 1 ઓટો મેલારા નેવલ ગન, 4 AK-630M CIWS સિસ્ટમ્સ, 2 રિમોટ કંટ્રોલ ગન છે. આ જહાજ પર 2 ધ્રુવ અથવા સીકિંગ હેલિકોપ્ટર પણ રાખી શકાય છે. આ યુદ્ધ જહાજ પર 50 નેવલ ઓફિસર અને 250 નાવિકોને પણ રાખી શકાય છે.

બ્રહ્મોસ મિસાઈલ હવામાં પોતાનો રસ્તો બદલવામાં સક્ષમ છે. તે ફરતા લક્ષ્યોનો પણ નાશ કરી શકે છે. 10 મીટરની ઊંચાઈએ ઉડી શકે છે માટે દુશ્મનના રડાર તેને જોઈ શકશે નહીં. તે કોઈપણ મિસાઈલના ડિટેક્શન સિસ્ટમને ભ્રમમાં પાડી શકે છે. કોઈપણ એન્ટી એર મિસાઈલ સિસ્ટમથી તેને છોડવું મુશ્કેલ છે. બ્રહ્મોસ મિસાઈલ અમેરિકાની ટોમાહોક મિસાઈલ કરતા પણ બમણી ઝડપે ઉડે છે.

Most Popular

To Top