National

ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર આતંકવાદી જાહેર, ગૃહ મંત્રાલયે કરી મોટી કાર્યવાહી

નવી દિલ્હીઃ (New Delhi) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ફરાર સહયોગી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને (Goldy Brar) ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. ભારત સરકારે ગોલ્ડી બ્રારને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. ગોલ્ડી બ્રાર પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસનો માસ્ટર માઇન્ડ છે.

લોરેન્સ બિશ્નોઈના ખાસ ગોલડી બ્રારને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. કેનેડામાં રહેતો ગોલ્ડી પંજાબમાં હત્યા, ખંડણી અને હથિયારોની દાણચોરીમાં સામેલ છે. ભારતીય એજન્સીઓ મૂસાવાલા હત્યા કેસ સહિત અનેક ઘટનાઓમાં ગોલ્ડી બ્રારને શોધી રહી છે. પંજાબના મુક્તસર સાહિબનો રહેવાસી બ્રાર 2017માં કેનેડા ગયો હતો. જૂન 2023 માં ગાયક અને રેપર હની સિંહે બ્રાર પર ધમકી આપવાનો આરોપ લગાવતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલામાં એફઆઈઆર નોંધી હતી.

મૂસાવાલા હત્યા કેસનો આરોપી બ્રાર કેનેડામાં છુપાયેલો છે. બ્રાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. બ્રાર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને હથિયારોની દાણચોરી જેવા અનેક કેસ નોંધાયેલા છે. ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પોલીસે ગોલ્ડી બ્રારના ઘર પર દરોડા પાડ્યા હતા. આ સિવાય નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ બ્રાર સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. આ પહેલા પણ કેન્દ્ર સરકાર લખબીર સિંહ લંડાને આતંકવાદી જાહેર કરી ચૂકી છે. આ બંને કેનેડામાં છુપાયેલા છે. તેઓ પંજાબમાં ખંડણી અને સરહદ પારથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ છે. ગોલ્ડી બ્રાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ સહયોગી છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા પર તેની જવાબદારી લીધી હતી.

Most Popular

To Top