SURAT

સચિન હોજીવાળામાં મિત્રએ જ મિત્રનો જીવ લીધો: કાંદા કાપવાની વાતનો ઝગડો થયો અને..

સુરત: (Surat) સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીના એક ખાતાના ધાબા ઉપર સાથી કર્મચારીએ મિત્રને (Friend) જ માથામાં પથ્થર ના ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહી પણ હત્યા પાછળ ભોજન બનાવ્યા બાદ કાંદા કાપવાની વાતને લઈ થયેલો ઝગડો હત્યા સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. મરનાર જીઉત સંચા ખાતાનો મશીન ઓપરેટર હતો. 3 મહિનાથી જ મિત્ર સાથે એના રૂમમાં રૂમ પાર્ટનર તરીકે રહેતો હતો. હત્યારો રાજા નામનો યુવક હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે મરનારનું નામ જીઉતકુમાર કમલા રાજભર અને 35 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. જીઉત મૂળ બિહારનો વતની હતો. હોજીવાળામાં લુમસના કારખાનામાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. રોડ નંબર 23 અને ખાતા નંબર 6-7 ના ધાબા ઉપરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ તેમની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

પરિવારે જણાવ્યું હતું કે જીઉતકુમાર 3-4 મહિનાથી જ મિત્ર રાજા સાથે રૂમ પાર્ટનર તરીકે રહેતો હતો. રાત્રે રાજા, જીઉત અને સર્વન્ટ નામના ત્રણ મિત્રો 31ની ઉજવણીના ભાગરૂપે દારૂ પી માછલી બનાવવા બેઠા હતા. રાત્રીના ભોજન બાદ સર્વન્ટ પોતાના કામ પર નાઈટ પાળીમાં જતો રહ્યો હતો. ત્યારબાદ રાજા અને જીઉત રૂમમાં એકલા હતા. ત્યારે જીઉતની માથામાં પથ્થર મારી હત્યા કરાઈ હોવાનું કહી શકાય છે. હત્યા પાછળ કાંદા કાપવાને લઈ બન્ને મિત્રો વચ્ચે ઝગડો થતા વાત હત્યા સુધી પહોંચી હોય એમ કહી શકાય છે. હાલ હત્યારો રાજા ફરાર છે. પોલીસ એને શોધી રહી છે.

Most Popular

To Top