National

ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મોત બાદ ભારતની દવા કંપનીમાં સમગ્ર ઉત્પાદન બંધ કરવા આદેશ

નવી દિલ્હી: ભારતીય કફ સિરપ ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ સમગ્ર મામલામાં પર પોતાની નજર રાખી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ શુક્રવારે એટલે તારીખ 30 ડિસેમ્બરમાં રોજ ટ્વિટર દ્વારા આ મામલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સ (Dok1 Max)માં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફની દવાના કારણે 18 બાળકોના મોત બાદ નોઈડાની કંપની મેરિયન બાયોટેક પર સવાલો ઉઠી રહ્યા છે. ઉઝબેકિસ્તાનના આ દાવા બાદ ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતને ભારતીય કફ સિરપ સાથે જોડીને મૃત્યુઆંકનો રિપોર્ટ માંગ્યો છે.

આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી
ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કથિત મૃત્યુના દાવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ આ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગતું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે આ મામલા પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીની તપાસના આધારે આગળના પગલાં લેવામાં આવશે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ડોક-1 મેક્સ દવા પીવાથી બાળકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે મેરિયન બાયોટેક કંપની ભારતમાં ખાંસીની દવા Doc-1 Max વેચતી નથી અને તે માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરવામાં આવી છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નોઈડામાં કંપનીના પરિસરમાંથી કફની દવાના નમૂના લેવામાં આવ્યા છે અને ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળા (RDTL) માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત કફની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ગુરુવાર એટલે કે 29 ડિસેમ્બર, 2022ની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

ઉઝબેકિસ્તાને 18 બાળકોના મોતનો દાવો કર્યો
ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા 18 બાળકોએ ડોક-1 મેક્સ સીરપ પીધી હતી. તેનું ઉત્પાદન નોઈડા સ્થિત મેરિયન બાયોટેક દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત બાળકોએ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા 2-7 દિવસ સુધી એક દિવસમાં 3-4 વખત આ દવા લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. હવે ઉઝબેકિસ્તાન સરકારે ભારત સરકારને આ મામલાની તપાસ કરવા અને આરોપી કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Most Popular

To Top