National

લદ્દાખ ચીન બોર્ડર પર ભારતીય સેનાના જવાનો સાથે એર ફોર્સ અને નેવીએ પણ પેટ્રોલિંગ વધાર્યું

નવી દિલ્હી: લદ્દાખમાં (Ladakh) લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર સૈનિકો પેટ્રોલિંગ (patrolling) કરી રહ્યા છે. ટેક્નોલોજી (Technology) દ્વારા દુશ્મનો પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય સેના ચીનની (China) કોઈપણ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. ભારતીય સેનાએ મંગળવારે કહ્યું કે તે લદ્દાખ સેક્ટરમાં ચીનની કોઈપણ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે. દેશની અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે સૈનિકોના પેટ્રોલિંગની સાથે સાથે ટેકનિકલ માધ્યમોનો પણ ચોક્કસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવું કહીને સેનાએ તે તમામ દાવાઓને પણ નકારી દીધા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે સેનાએ એલએસી પર ઘણા સ્થળોએ પેટ્રોલિંગ બંધ કરી દીધું છે અને તેને ચીન પર છોડી દીધું છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે સૈનિકો સતત LAC પર પેટ્રોલિંગ કરી રહ્યા છે, આ સાથે જ ટેક્નોલોજીના માધ્યમથી પણ દુશ્મનો પર નજર રાખવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે કાર્યક્રમમાં સેનાના વરિષ્ઠ અધિકારી દ્વારા આ વાત કહેવામાં આવી હતી. જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તથા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બદામી બાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધે ડ્યુઅલ ટેકનોલોજીનો પાઠ શીખવ્યો છે. LAC પર સ્થિતિ બદલનવાના ચીનના પ્રયાસોનો જડબાતોડ ભારતીય સેના દ્વારા આપવામાં આવશે. તેથી જો ચીન કોઈ પણ રીતે નિયમોનું ઉલ્લઘન કરે તો તે સારૂ નહી હશે. ભારતીય સેના ચીનની કોઈપણ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

ચીનને જવાબ આપવા માટે આર્મી અને એરફોર્સ સાથે નેવી પણ મેદાનમાં ઉતરી
લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે માત્ર આર્મી જ નહીં, પરંતુ વાયુસેના અને નેવી પણ ચીનની કોઈપણ આક્રમક યોજના અથવા પ્રયાસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્રણેય દળો સંપૂર્ણ સંકલન અને મજબૂત ઈરાદા સાથે ચીનના દરેક હરકતો પર નજર રાખશે. તેમણે કહ્યું કે એલએસસી પર સરકાર દ્વારા રાજદ્વારી અને ઓપરેશનલ સ્તરે પરિસ્થિતિને ઉકેલવાનાં પગલાં એકસાથે ચાલી રહ્યાં છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે અમારા સૈનિકો પૂર્વ લદ્દાખમાં LAC પર પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ત્યાં ટેક્નોલોજીના માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સેના દરેક નવા પડકારને સ્વીકારે છે
આર્મીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે પ્રાદેશિક અખંડિતતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સતત આવી રહેલા નવા પડકારોનો સામનો કરવા માટે સેનાના જવાનો હંમેશા તૈયાર છે. ઉત્તર અને પશ્ચિમી સરહદોની સુરક્ષાની સ્થિતિ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં, આ ક્ષેત્રમાં વિવિધ વિરોધીઓ તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમે દેશની લોકતાંત્રિક પરંપરાઓને જાળવી રાખીને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.

Most Popular

To Top