Comments

ભારત અને માનવાધિકાર: અમેરિકામાં સમીક્ષા

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રત્યેનું અમેરિકાનું પંચ એક સ્વતંત્ર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિ રૂપનું અમેરિકાની સમવાય સરકારની સંસ્થા સ્વરૂપ પંચ છે. તે વિદેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્યના હક્ક પર નજર રાખે છે અને અમેરિકાના પ્રમુખ, વિદેશ મંત્રી અને અમેરિકી કોંગ્રેસને નીતિવિષયક ભલામણ કરે છે અને આ ભલામણોના અમલનું પગેરું રાખે છે. સ્વતંત્ર એટલે તે અમેરિકી સમવાય સરકારનો ભાગ નથી અને તેમાં બે મોટા રાજકીય પક્ષો ડેમોક્રેટ અને રિપબ્લિકનોનું પ્રતિનિધિત્વ હોય છે. 2020 માં આ પંચે તેર દેશોની યાદી તૈયાર કરી જેની ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રત્યેની કામગીરી ચિંતાજનક હતી. તેમાં પાકિસ્તાન, મ્યાનમાર, ચીન, ઇરિટ્રીયા, ઇરાન, નાઇજિરીયા, ઉત્તર કોરિયા, રશિયા, સાઉદી અરબિયા, સિરીયા, તાજિકીસ્તાન, તુર્કમેનીસ્તાન અને વિયેતનામ ઉપરાંત ભારતનું પણ નામ હતું.

પંચના હેવાલે જણાવ્યું હતું કે નાગરિકત્વ સમાનતા ધારા, સુધારા, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ, વગેરે જેવા કાયદાથી મુસલમાનો સામે ભેદભાવ, મુસલમાનો સામે સંપ્રસારણ સામે પ્રતિબંધ અને ગૌહત્યા અને ટોળાંશાળી હત્યા દ્વારા હિંસાને પણ ટાંકવામાં આવ્યા હતા. પંચે ભલામણ કરી છે કે અમેરિકી સરકારે નક્કી કરેલા પ્રતિબંધો ભારત સરકારનું ધાર્મિક સ્વાતંત્ર્ય છડેચોક ઉલ્લંઘન બદલ જવાબદાર સંસ્થાઓ અને તેના અધિકારીઓ પર મૂકી જેણે વ્યક્તિની અસ્કયામતો સ્થગિત કરીને અને અથવા માનવાધિકાર સંબંધી નાણાંકીય અને વિઝા સત્તા હેઠળ તેમની અમેરિકામાં પ્રવેશબંધી કરવી જોઇએ. અત્રે એ યાદ કરી શકાય કે ગુજરાતમાં 2002 ની ઘટનાઓ પછી મુખ્ય પ્રધાનને અમેરિકાના વિઝા પ્રતિબંધ યાદીમાં મૂકયા હતા અને તે પણ આ પંચની ભલામણોને પગલે. ભારતને યાદીમાં મૂકવાનો નિર્ણય થોડા વિરોધ છતાં આવ્યો. પંચના રિપબ્લિકન સભ્ય ગેરી બોરસને તિબેટના નિરાશ્રિત તેનરીન દોરજીએ જણાવ્યું હતું કે ભારતમાં જે કંઇ બની રહ્યું છે તેનાથી અમને ચિંતા છે પણ અમેરિકાએ ભારત સામે પ્રતિબંધ મૂકવાને બદલે તેની સાથે વાતચીત કરવી જોઇએ.

2021 માં અમેરિકાના વહીવટી તંત્રે પ્રતિબંધની ભલામણ સ્વીકારી ન હતી. પંચે ભારતને ફરી ખાસ ચિંતાજનક દેશોની યાદીમાં મૂકી જણાવ્યું હતું કે ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્યનું પ્રમાણ નકારાત્મક કક્ષાએ જ રહ્યું છે. પંચે દિલ્હીમાં નાગરિકતા ધારા સુધારા સામેની રાજયની હિંસાની દિલ્હીની ઘટનાઓ, હું જેનો સભ્ય છું તે એમ્નેસ્ટી ઇન્ટરનેશનની કામગીરી પર પ્રતિબંધો, તેમજ બાબરી મસ્જિદ કાંડના તમામ આરોપીઓની મુકિત વગેરે ઘટનાઓ ટાંકી હતી. તેણે ફરીથી ભારત સરકારના અધિકારીઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. ફરી એક વાર નવા બાઇડને વહીવટી તંત્રે આ માગણીઓ સ્વીકારી ન હતી.

પંચના એક સભ્ય જોહન મૂરે લખ્યું છે કે હું ભારતને ચાહું છું. મેં વહેલી સવારે વારાણસીમાં ગંગા નદીની સૈર કરી છે, જૂની દિલ્હીમાં ઘૂમ્યો છું. આગ્રાના સંમોહ પમાડનાર સ્થાપત્યોની ઓથમાં ઊભો રહ્યો છું, ધર્મશાલામાં દલાઇ લામાના મંદિરની બાજુમાં ચા પીધી છે,અજમેર શરીફની દરગાહની પ્રદક્ષિણા કરી છે, સુવર્ણ મંદિર સમક્ષ અહોભાવ થયો છે. મને બધે જ ઘણી વાર મુશ્કેલ સંજોગોમાં પણ ગરીબની સેવા કરનાર ખ્રિસ્તી ભાઇ-બહેનો મળ્યાં છે. વિશ્વના તમામ દેશોમાં ભારતે તો ખાસ ચિંતાનો દેશ નહીં બનવું જોઇએ. તે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને નિર્મળ બંધારણ હેઠળ તેનું શાસન થાય છે, તેનું વૈવિધ્ય વૈયકિતક સ્વરૂપ લે છે અને ધાર્મિક જીવનને ઐતિહાસિક આશીર્વાદ મળ્યા છે. છતાં ભારત ત્રિભેટે આવીને ઊભેલું લાગે છે.

તેની લોકશાહી, હજી નાની અને મુકતપણે વિચરનાર છે તે મતપેટી દ્વારા પોતાને માટે મુશ્કેલીઓ પેદા કરે છે. જવાબમાં ભારતની સંસ્થાઓએ પોતાનાં મૂલ્યોની રખેવાળી કરવાની છે. ભારતે રાજકીય અને કોમી સંઘર્ષને ધાર્મિક તંગદિલી સુધી જવા દેવા નહીં જોઇએ. દરેકના હક્કોની રક્ષા અને સામાજિક સંવાદિતા દ્વારા ભારતની સરકાર અને લોકોને લાભ જ લાભ છે, નુકસાન કંઇ નથી. ભારત એ કરી શકે છે અને કરવું જ જોઇએ. આવતા મહિને પંચ 2022 માટે પોતાની ભલામણો કરશે અને તે સંદર્ભમાં આપણે અમેરિકાના વિદેશ મંત્રીઓ જયશંકર અને રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં પત્રકારો સમક્ષ કરેલી ટીકા આપણે જોઇ લેવી જોઇએ.

બ્લિંકેને કહ્યું કે અમે આ ભાગીદારીનાં મૂલ્યો પર અમારા ભારતીય ભાગીદારો સાથે ચર્ચા મંત્રણા કરીએ છીએ અને અમે તે સંદર્ભમાં ભારતમાં બનેલી કેટલીક ચિંતાજનક ઘટના જોઇ રહ્યા છીએ. તેમાં કેટલીક સરકાર, પોલીસો અને કેદખાનાના અધિકારીઓ દ્વારા માનવાધિકાર ભંગના વધતા કિસ્સાઓ પણ છે. જયશંકરે ભારતમાં આવી કહ્યું કે અમેરિકાની માનવાધિકાર ભારતને પણ ચિંતા છે. આનાથી ભારત સરકાર પૂરતી વ્યથિત થઇ ગઇ હતી. પણ કઇ ઘટનાઓ? છેલ્લા થોડા મહિનાઓની ઘટનાઓ પછી ભારત માનવાધિકારોના મામલે પ્રતિબંધોની યાદીમાં આવે એવું અમેરિકાને કહેવામાં આવે તેવું બની શકે.

એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આપણે આપણા વિશે જે કંઇ કહેવાય છે તે ગળી જઇએ અથવા જયશંકરની જેમ સામો જવાબ આપીએ છીએ. આપણે આ બધા માટે તૈયાર થવું જોઇએ. ભારતમાં જે કંઇ બની રહ્યું છે તે સામે દુનિયા, આંધળી નથી અને તેનાથી તે વ્યથિત છે. એક લોકશાહી અને મિત્ર તેમજ મૈત્રીપૂર્ણ અને સાર્થક રાષ્ટ્ર તરીકેની આપણી પ્રતિષ્ઠા તેને બટ્ટો લગાડનાર ઘટનાઓને છાવરી શકવાની નથી. સ્વાભાવિક રીતે આપણે વિશ્વને ખાતરી આપી શકીએ કે જે કંઇ બને છે તે છૂટી છવાઇ અને બટ્ટો લગાડનાર ઘટનાઓ છે અને સરકાર તેની વિરુધ્ધમાં છે અને અમે તે કરવાનું પસંદ નથી કર્યું. આપણે લીધેલો રસ્તો પસંદ કરેલો છે. તેથી જ અમેરિકાનું ધાર્મિક સ્વાતંત્ર્ય પરત્વેનું પંચ આવતા મહિને શું કહે છે અને શું ભલામણો કરે છે તે સાંભળવા આપણી પાસે ઘણા જયશંકરો મંત્રાલયમાં હશે. અમેરિકાનું વહીવટી તંત્ર ફરી અવગણના કરવાનું કે પગલાં ભરવાનું નક્કી કરે છે તે પણ તેઓ આતુરતાપૂર્વક સાંભળશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top