SURAT

માસૂમ ભાણી મામાને જોઈ દોડી અને મામાની જ કાર નીચે કચડાઈ ગઈ, સુરતની ઘટનાનો વીડિયો આવ્યો સામે

સુરત: સુરતમાં એક ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક નાનકડી બાળકી પોતાના જ મામાની કાર નીચે કચડાઈને મૃત્યુ પામી છે. આ ઘટનાના હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. અંકલેશ્વરથી સુરત ગોડાદરા ખાતે રહેતા નાનાના ઘરે પરિવાર સાથે આવેલી ભાણેજ ઘ૨ના આંગણે રમતા રમતા મામાની ફોરવ્હીલ નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા વશરામ ગોબર ઝીંઝાળા વ્યવસાયે બિલ્ડર છે. વશરામ જીંજાળા પરિવાર સાથે ગોડાદરા પોતાના સાસરીયે આવ્યા હતા. વશરામભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી પ્રિંજલ છે. ગુરુવારે સાંજે પ્રિંજલ નાના ડાહ્યાભાઈ આહિરના આંગણે રમી રહી હતી. ત્યારે પ્રિંજલના મામા દિનેશ આહીર ઇકો સ્પોર્ટ્સ ફોર વ્હીલ કાર કાઢી રહ્યો હતો. ત્યારે અચાનક ભાણેજ પ્રિંજલ મામાને જોઈ કાર પાસે દોડી ગઈ હતી. જેમાં ફોર વ્હીલ નીચે પ્રિંજલ કચડાઈ ગઈ હતી. પ્રિજલના છાતીના ભાગેથી ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ગોડાદરા પોલીસે તેના મામા વિરૂદ્ધ આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

સિટી બસે અડફેટે લેતા દીકરીની નજર સામે રસ્તા પર તડપી તડપીને માતાનું મોત થયું
સુરત: સલાબતપુરા-બેગમપુરા વિસ્તારમાં આવેલા મૃગવાન ટેકરા ખાતે મોહમદ હુસેન શેખ પરિવાર સાથે રહે છે. પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા મોહમદ હુસેનના સંતાનમાં દીકરી ઝુવેરિયા અને દીકરો રૂહાન છે. બંને સંતાન પીપલોદ ખાતે લેકવ્યૂ ગાર્ડન પાસે આવેલી શારદાયતન સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઝુવેરિયા ધોરણ-11 અને રૂહાન ધોરણ-7માં અભ્યાસ કરે છે.

ગુરુવારે બપોરે મોહમદ હુસેન અને તેમની પત્ની ફરહાના (ઉં.વ.41) બંને સંતાનને લેવા માટે સ્કૂલે ગયાં હતાં. જ્યાંથી ફરહાના સાથે તેમની દીકરી મોપેડ પર આવતી હતી. જ્યારે મોહમદ હુસેન સાથે તેમનો દીકરો બાઇક પર આવતો હતો. પિતા-પુત્ર આગળ જતા હતા અને માતા-દીકરી પાછળ આવતાં હતાં. અઠવા લાઈન્સ મેઇન રોડ પર લાલ બિલ્ડિંગ પાસે સિટી બસના ડ્રાઇવરે બેદરકારીથી કાર ચલાવી ફરહાનાની મોપેડને અડફેટે લીધી હતી. બસનું વ્હીલ ફરહાનાના શરીર પરથી ફરી ગયું હતું. જ્યારે દીકરીને સામાન્ય ઇજા થઈ હતી. આ બનાવ બન્યો ત્યારે મોહમદ હુસેન એક કિલોમીટર આગળ હતો. ઉમરા પોલીસે બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top