SURAT

સુરત: રોડની સાઈડ પર ઉભા રહી ફોન પર વાત કરતા પિતા-પુત્રને બાઈક સાથે ક્રેનચાલકે 20 ફૂટ ઘસડ્યા

સુરત(Surat) : રાંદેરથી નાનપુરા બહુમાળી ભવન ખાતે નોટરી (Notary) કરવા માટે પિતા-પુત્રને ચોકબજાર વિસ્તારમાં ક્રેને (Crane) ડ્રાઈવરે અડફેટે (Accident) લેતાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોબાઈલ (Mobile) પર વાત કરવા રોડની સાઈડ પર ઊભા રહેલા હતા. તે દરમિયાન ક્રેનના ડ્રાઈવરે તેમને અડફેટે લીધા હતા.

રાંદેરમાં જૈનબ હોસ્પિટલ સામે શબનમ પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદર રફીક રહેમતવાલા (34 વર્ષ) ઉમરામાં પાર્લે પોઈન્ટ ખાતે હોલીડેઝ મેક્રસ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે. તેઓ પિતા રફીક રહેમતવાલા (67 વર્ષ) સાથે ગુરુવારે બપોરે એક વાગ્યા અરસામાં બહુમાળીમાં નોટરી માટે બાઈક પર જઈ રહ્યા હતા.

તે દરમિયાન ચોકબજાર ગાંધીબાગ પાસે ફોન આવતા પિતા-પુત્ર રસ્તાની સાઈડમાં ઉભા રહ્યા હતા અને ફોન પર વાત કરવા લાગ્યા હતા. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા ક્રેનના ચાલકે બંનેને અડફેટે લીધા હતા. જેમાં બાઇક પણ ક્રેનની નીચે ફસાઈ ગયું હતું. પિતા-પુત્રને અંદાજિત 20 ફૂટ ઘસડ્યા હતા. જ્યારે ક્રેનના તોતિંગ ટાયર પિતા-પુત્રના પગ પરથી ફરી વળ્યા હતા. જેથી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે પિતા-પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

ટ્રાફિક મેમો બાબતે રેલવે પોલીસે બાઈકરને માર્યો
સુરત: ટ્રેનોમાં દારૂની હેરાફેરી માટે રેલવે પોલીસની બેદરકારીને જવાબદાર ગણવામાં આવે છે. ટ્રેનમાં દારૂની હેરાફેરી માટે પોલીસ બદનામ છે ત્યારે હવે રેલવે પોલીસ બાઈકરને તમાચો મારવાના વિવાદમાં ફસાઈ છે. વિવાદનો વિડિયો વાઇરલ થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે પોલીસ સ્ટેશનમાં પોલીસે બાઇકરને ચલણ બાબતે માર માર્યો હતો. આ બાબતે એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 294(બી), 323, 166(એ) અને 330 મુજબ ગુનો બને છે. આ ઘટના 6ઠ્ઠી ઓગસ્ટની છે.

ગેરકાદેસર કાર્યવાહી કરનારા પોલીસ કર્મચારીઓનો વિડિયો બનાવતા હતા ત્યારે પોલીસે પોતાનો અહમ્ સંતોષવા માટે પોલીસનો વિડિયો ઉતારે છે, તેવું કહીને બાઇકર સાથે મારામારી કરી હતી. પોલીસ કર્મચારીઓએ બાઇકરને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી છે.

એડવોકેટ બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે પરિસરમાં ટ્રાફિક મેમો બાબતે બાઇકરને ખોટી રીતે રોકવામાં આવ્યો હતો. બાઇકરે જણાવ્યું હતું કે પોતે કોઈ નિયમનો ભંગ કર્યો નથી, પોલીસ ખોટી રીતે કાર્યવાહી કરે છે, તેવું કહી બાઈકર પોલીસનો વિડિયો ઉતારવા લાગતા પોલીસે તેની સાથે મારામારી કરી હતી.

Most Popular

To Top