Gujarat

રાજકોટમાં ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં કારનો ભૂક્કો થયો, બે મિત્રોને મળ્યું મોત

રાજકોટ: રાજકોટમાં (Rajkot) કાર (Car) અને ગેસના બાટલા ભરેલી ટ્રક (Truck) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાજકોટના મવડી ગામે આવેલા નવા 150 ફૂટ રિંગ રોડ નજીક વેગનાર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માકમાં કારના કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતનો ધડાકાભેર અવાજ આવતા આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે જેક અને જેસીબીની મદદથી કારમાં દબાયેલા ત્રણેય યુવાનોને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર બે મિત્ર આશિષ અને તેના મિત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) નીપજ્યું હતું, જ્યારે આકાશ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

રાજકોટ રણુજામાં માતાજીના માંડવે વીડિયો શૂટિંગ માટે ગયેલા વીરપુરના યુવાનોને કાળ ભડકી ગયો હતો. મળતી માહિતી અનુસાર આજે સવારે રાજકોટના મવડી ગામ આવેલા નવા 150 ફૂટ રિંગ રોડ પર ટીલાળાચોક પાસે અમદાવાદથી જામનગર જતી ક્લોરિન ગેસના બાટલા ભરેલી ટ્રક અને વીરપુર તરફ જતી વેગનાર કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર અકસ્માતનો અવાજ આવતા આસપાસનો લોકો દોડીને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ 108 અને પોલીસને આ અકસ્માતની જાણકારી આપી હતી.

જેસીબીની મદદથી યુવાનોને બહાર કાઢવામાં આવ્યા
અકસ્માતમાં કારનો ભૂક્કો થઈ જતા કારમાં સવાર ત્રણ લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ જેક અને જેસીબીની મદદથી કારમાં ફસાયેલા યુવાનને બહાર કાઢ્યા હતા. જેમાં ત્રણ પૈકી બે યુવાનનું મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 22 વર્ષીય આકાશ જયંતીભાઈ મેરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જ્યારે આકાશનો નાનો ભાઈ આશિષ જયંતીભાઈ મેર (ઉં.વ.20) અને તેના મિત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે તેમના મૃતદેહને લોધિકા ખસેડયા હતા. તમને જણાવી દઈએ કે વીપુરમાં રહેતા આકાશ અને તેનો નાનો ભાઈ વીડિયો શૂટિંગનું કામ કરે છે. રણુજા ગામમાં માતાજીનો માંડવો હોવાથી 12મી નવેમ્બરે ત્રણેય યુવાનો વીડિયો શૂટિંગ માટે રણુજા ગયા હતા. કામ પૂર્ણ કરી ત્રણેય આજે વહેલી સવારે વેગનાર કારમાં બેસી વીરપુર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ આ બનાવ બન્યો હતો. આ અકસ્માત મામલે લોધિકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top