Gujarat

VIDEO: એક તરફ દારૂએ 39નો ભોગ લીધો તો બીજી તરફ જસદણમાં 4 યુવાને જાહેરમાં દારૂની મહેફિલ માણી

રાજકોટ: સૌરાષ્ટ્રના બો઼ટાદમાં (Botad) લઠ્ઠાકાંડ સર્જાતા મોતનું (Death) તાંડવ સર્જાયું છે. બોટાદ નજીક બરવાળાના (Barwala) 8 ગામોમાં ઝેરી દારૂ ગટગટાવી જતા 48 કલાકમાં 39 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) જસદણમાં (Jasdan) ચાર યુવાનોએ જાહેરમાં દારૂની (Alcohol) મહેફિલ (Party) માણી હતી. ચાર યુવાન જાહેરમાં ફિલ્મી ગીતો (Song) પર ઝૂમી રહ્યા હતા. જેનો વીડિયો (Video) સોશિયલ મીડિયમાં વાયરલ (Viral) થતા ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર આ વીડિયા રાજકોટના જસદણનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં આ ચાર યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ વિસ્તાર જસદણ પોલીસ સ્ટેશની પાસેનો જ વિસ્તાર હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં ચાર યુવાનો હાથમાં દારૂની બોટલ સાથે ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પીલે…પીલે….હિન્દી સોન્ગ પર તેઓ દારૂ પીતા જાય છે અને એકબીજ પર દારૂ ઢોળતા જાય છે. દારૂની મહેફિલ માણતા આ વીડિયો કેટલાક બાળકો પણ દેખાઈ રહ્યા છે. જે આ ચાર યુવાનોને જાહેરમાં દારૂની મહેફિલનો તમાશો જોઈ રહ્યાં છે. આ વીડિયો જોયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. આ મામલે પાલીસે યુવાનોની ધરપકડના આદેશો આપ્યા છે. જો કે એક સૂત્ર પાસેથી મળતી અનુસાર આ વીડિયો લગભગ એક મહિનો જૂનો છે.

ઉલ્લેખનીય છે કે બોટાદના બરવાળામાં સોમવારે લઠ્ઠાકાંડ સર્જાતા 39 લોકોના મોત થયા છે. આ ઘટના સર્જાયા બાદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બેઠક યોજી ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાના આદેશો આપ્યા છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મૃતકોએ દારૂના બદલે કેમિકલ પીધું હતું. મિથોલન નામના કેમિકલ પીવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે જ્યારે 80થી 90 લોકોની હાલત ગંભીર છે. FSL રિપોર્ટના અનુસાર મૃતકોએ 98 ટકા કેમિકલ પીધું હતું. જ્યારે આ કેમિકલમાં માત્ર બે ટકા જ પાણી હતું. SITની ટીમે અત્યાર સુધીમાં 14 બુટલેગરોની ધરપરડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર 8 ગામોના 14 બુટલેગરોનેે કેમિકલ વેચવામાં આવ્યું હતું. ઝેરી દારૂ ગટગટાવી જતા 48 કલાકમાં 39 લોકોના મોત નિપજ્યા છે.

Most Popular

To Top