National

‘ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે’: સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ ફરી છલકાયો, વીડિયો વાયરલ

કરતારપુર (Kartarpur Sahib) સાહિબમાં નમાજ અદા કરવા પાકિસ્તાન (Pakistan) પહોંચેલા પંજાબ (Punjab) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot sinh sidhdhu) ફરી એકવાર વિવાદોમાં (Controversy) ફસાયા છે. કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમયે પાક આર્મી ચીફ બાજવાને (Pakistan army chief Bajwa) ગળે લગાવીને વિપક્ષના પ્રહારો હેઠળ આવેલા સિદ્ધુએ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને (Pakistan PM Imran Khan) પોતાના મોટા ભાઈ (Big Brother) ગણાવ્યા છે. તેનો વીડિયો (Video) સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ સિદ્ધુને ઘેરી લીધા છે. શનિવારે (Saturday) કરતારપુરમાં દર્શન માટે પહોંચેલા સિદ્ધુનું અહીં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે સ્વાગત કર્યું હતું. પુષ્પવર્ષા અને હાર પહેરાવવામાં આવ્યા હતા. સિદ્ધુનું સ્વાગત કરતા કરતારપુરના સીઈઓએ (CEO) કહ્યું, “હું ઈમરાન ખાન વતી તમારું સ્વાગત કરું છું.” આના પર સિદ્ધુએ કહ્યું, “ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે. તેણે મને ઘણો પ્રેમ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન રાજકારણમાં (Politics) આવ્યા પહેલા ક્રિકેટર (Cricketer) રહી ચૂક્યા છે અને પોતાના દેશ માટે રમ્યા છે. આવી સ્થિતિમાં, બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો નિશ્ચિત છે, પરંતુ હાલના દિવસોમાં ઇમરાન પાકિસ્તાનના વડાપ્રધાન છે અને ભારતમાં આતંકવાદ વધારવામાં પાકિસ્તાનની સંડોવણી અનેકોવાર બહાર આવતી રહે છે. આવી સ્થિતિમાં સિદ્ધુ દ્વારા ઈમરાન ખાનને ‘મોટા ભાઈ’ નું સંબોધન કરવું એ રાજકીય મુદ્દો બન્યો છે. આ નિવેદન (Statement) એવા સમયે આવ્યું છે જ્યારે પંજાબમાં (Punjab) થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી (Election) યોજાવા જઈ રહી છે. ભાજપ સાથે ગઠબંધન કરવા જઈ રહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર (Ex CM Captain Amrinder) પહેલાથી જ આરોપ લગાવતા રહ્યા છે કે સિદ્ધુના ઈમરાન અને બાજવા સાથે ગાઢ સંબંધો છે.

અગાઉ પણ સિઘ્ઘુ પાકિસ્તાન ગયા હતા ત્યારે તેઓ પાકિસ્તાની સેનાના જનરલ બાજવાને ભેટીને આવ્યા હતાં કે જેણે ભારતને (India) નુકશાન પહોંચાડવાની સાજિશ કરી હતી. તે સમયે પણ સિદ્ધુનો ઘણો વિરોઘ થયો હતો. સિઘ્ઘુ પાકિસ્તાન જાય છે ત્યારે તેઓ કહે છે કે તેઓને પાકિસ્તાન ગમે છે કારણકે ત્યાંની ભાષા, ભોજન અને પહેરવેશ તેમને મળતું આવે છે. સિઘ્ઘુની સાથે પંજાબના કોંગ્રેસ સભ્ય હરીશ ચૌઘરી, મંત્રી પરગટ સિંહ, અમરિંદર સિંહ, કાર્યકર્તા પ્રઘાન કુલજીત નાગરા, પવન ગોયલ પણ જોડાયેલા હતાં. આ પહેલાં મુખ્ય મંત્રી
ચરણજીત સિંહ સિઘ્ઘુને 18નવેમ્બરે પોતાની સાથે કરતારપુર સાહેબના દર્શને લઈ જવાં માંગતા હતાં પરંતુ સિઘ્ઘુ પોતાના સમર્થકો સાથે જવા માંગતા હતા. સિઘ્ઘુ 19 નવેમ્બરે ગુરુપર્વના દિને કરતારપુર દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ નહીં.

આ તરફ સિદ્ધુના ઈમરાન ખાન મોટાભાઈ વાળા નિવેદન બાદ ભાજપે તક ઝડપી લીધી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સિદ્ધુ પર નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું છે કે આ એક ગંભીર વિષય છે. નેતાઓમાં સમજ હોવી જોઈએ કે કયાં શું બોલવુ જોઈએ અને શું નહીં સાથે જ તેમણે કહ્યું છે કે આ કોંગ્રેસની એક ચાલ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ ખુરેશીએ કહ્યું છે કે હિંદુત્વ એક વૈશ્વિક ખતરો છે. પાત્રા કહે છે કે સિધ્ધુએ ઈમરાનને મોટા ભાઈ કહ્યા છે તે નિશ્ચિત રૂપથી રાહુલ ગાંઘીના કહેવા પર કહ્યું છે. આ એક રાજનીતિ છે.

Most Popular

To Top