SURAT

સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયાં, ભાજપ કાર્યાલય પર વિતરણ બંધ બાબતે બિંદલનો લૂલો બચાવ

હમેશા વિવાદમાં રહેતી સુરતની સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)માં ઇન્જેક્શન કૌભાંડની ફરિયાદ ઉઠવા પામી છે. મળતી માહિતી મુજબ દર્દીનાં ખોટાં નામથી 150 રેમડેસિવિર ઇન્જેક્શન (REMDESIVIR INJECTION) બારોબાર વેચી દેવાતા સુપરિન્ટેન્ડન્ટ (SUPERINTENDENT) રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં વોર્ડમાં દાખલ ન કરાયા હોય તેવા દર્દીઓ(PATIENT)નાં નામે રેમડેસિવિર ઈન્જેકશન બતાવી દઈ બારોબાર સગેવગે કરી દેવાયાનું કૌભાંડ (SCAM) બહાર આવ્યુ છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં પહેલાથી જ રેમડેસિવિર ઈન્જેકશનના નામે અરાજકતા ફેલાઈ હતી, દરમિયાન સોમવારના રોજ 150 ઈન્જેકશનનો હિસાબ ન મ‌ળતાં સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસ(INQUIRY)ના આદેશ આપ્યા હતા. સામાન્ય રીતે વોર્ડમાં દાખલ (ADMIT) હોય તેવા જ દર્દીઓને ઈન્જેકશન ફાળવવામાં આવતા હોય છે, પણ મેડિકલ સ્ટોરના રજિસ્ટ્રેશન (REGISTRATION)માં દર્દી દાખલ ન હોય તેમના નામે પણ ઈન્જેકશન ફાળવાયાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે કલેકટરે સોમવારે ખાનગી હોસ્પિટલોને 3000માંથી 1200 જેટલાં ઈન્જેકશન ફાળવ્યાં હતાં. અને એક લેટર જાહેર કરી પ્રત્યેક દર્દી માટે એક જ ઈન્જેકશન આપવામાં આવશે અને સ્ટોક હશે ત્યાં સુધી જ ખાનગી હોસ્પિટલને અપાશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યાલય(BJP OFFICE)થી પણ 900 લોકોને મફત ઈન્જેકશન આપવામાં આવ્યાં હતાં. જો કે સોમવારના રોજ ભાજપ કાર્યાલય ઉપર પણ ટોકન વિતરણ (TOKEN DISTRIBUTION) બાબતે વિવાદ વકર્યો હતો, અને સુરત શહેર ભાજપ દ્વારા વિવાદને પગલે અચાનક ઈન્જેકશન વિતરણ બંધ (STOP) કરી દેવાયુ હતું. સાથે જ દર્દીની સારવાર હેતુ આશ લઇ ઉભા રહેલા એક હજારથી વધુ લોકોને ખદેડી મુકાયા હતા, અને હટ્ટ લઈને લાઈનમાં ઉભા હતા એવા લોકોને ભગાવવા પોલીસ પણ બોલાવવી પડી હતી. ફરિયાદ ઉઠી હતી કે મુજબ કિશોર બિંદલે બારોબાર ડ્રાઈવર સાથે 25 ઇજેક્સનની થેલી ક્યાંય મોકલી હતી ત્યારથી કાર્યકરોમાં ગણગણાટ ચાલુ થયો હતો સ્ટોકનો હિસાબ તેની પાસે જ હોવાથી બરોબર વહીવટ કરતો હતો જે ભાંડો ફૂટતા હોબાળો થયો. અને મહામંત્રી કિશોર બિંદલ મનમાની ચલાવી ટોકનમાં ગોટાળો કરતા હોવાની પણ ફરિયાદઉઠી હતી. જો કે ગુજરાતમિત્રની ટિમ દ્વારા કિશોર બિંદાલનો સંપર્ક કરાતા લૂલો બચાવ કર્યો હતો.

થેલીમાં ભરીને ઇન્જેક્શન લઈ જવાની વાત તદ્દન ખોટી છે, જેટલા ટોકન બન્યા એટલા જ ઇન્જેક્શનનું વિતરણ થયું છે અને આજે તો ઇન્જેક્શન આવ્યા જ નથી એટલે દર્દીના સગાને પાર્ટીએ હાથ જોડીને ના પાડી છે, કંપનીએ ઇન્જેક્શન આપવાની જ ના પાડી છે એટલે સ્ટોક આવ્યો નથી : કિશોર બિંદલ

સરકાર ઇન્જેક્શનની માંગને સંતોષવા આરટીપીસીઆર ફરજીયાત કરાયા

રેમડેસિવિર ઇન્જેક્શનની કોરોના સંક્રમીત દર્દીઓ માટે મોટી માંગ છે. એક દર્દીને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે સામાન્ય રીતે 6 જેટલા ઇન્જેક્શનો આપવા માટેનું લખાણ હોય છે. તેથી દર્દી દીઠ ઇન્જેક્શનોની મોટી માંગ ઉભી થઇ છે. દર્દીના સંબંધીઓને જીવન રક્ષક ઇન્જેક્શન લેવા માટે શહેરમાં જ્યાં વ્યવસ્થા છે ત્યાં લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે છતાં પણ તેમને જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહ્યો નથી. ખાનગી હોસ્પિટલોની ગડબડ રોકવા હવે દરેક પેશન્ટના આરટીપીસીઆર ફરજીયાત કરાયા છે. પહેલા બે દિવસ માત્ર પ્રિસ્કીપ્શન ઉપર ઇન્જેકશન એલોટ કરાતા ઘણી ખાનગી હોસ્પિટલ કળા કરી ગઇ હતી.

સરકાર દ્વારા સુરત જિલ્લાના દર્દીઓને સરળતાથી આ ઈન્જેક્શન પ્રાપ્ત થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જિલ્લામાં 1000 જેટલા ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે જે 500 ઈન્જેકશન રવિવારે મોડી રાત્રે બારડોલી પહોંચાડવામાં આવ્યા હતા અને અહીંથી જ સમગ્ર જિલ્લામાં જરૂરિયાતવાળી હોસ્પિટલોને મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.હોસ્પિટલો પાસેથી મળેલા ઇમેલના આધારે આ જથ્થો ફાળવવામાં આવ્યો હતો. જે હોસ્પિટલોને જેટલા જથ્થાની જરૂર હોય તેટલો જથ્થો ગેઝેટેડ અધિકારીના મારફતે જે તે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

જિલ્લામાં કોરોના દર્દીઓની સ્થિતિ ગંભીર હોય બારડોલી આવેલા 500 પૈકી 400 ઈન્જેકશન સોમવારે બપોર સુધીમાં પૂરા થઈ ગયા હતા. સાંજ સુધીમાં બાકીના 100 ઈંજેક્શનો પણ પૂરા થઈ જવાની સંભાવના છે. ત્યારે રાત્રે વધુ 500 ઈન્જેક્શનનો જથ્થો બારડોલી આવી પહોંચશે એમ બારડોલી નાયબ કલેક્ટર અને એસડીએમ વી.એન. રબારીએ જણાવ્યું હતું. જો કે 400 પૈકી કેટલા ઈન્જેક્શન કયા તાલુકાને કેટલી સંખ્યામાં ફાળવવામાં આવ્યા તેની વિગતવાર જાણકારી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી નથી.

Most Popular

To Top