Charchapatra

સરકારી બેંકો ડુબશે તો સરકાર પણ ડુબશે

સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા તો રાજકારણીઓની  દખલગીરી જવાબદાર છે. બેંકના અધિકારીઓ સરકારી ગુલામ છે. લોકોની ડીપોઝીટ રૂપે મુડી ધોવાઇ જશે તો પ્રજા બીજી જ ઘડીએ  સરકારને ઉથલાવતા વાર નહિ લાગે. પાંચ લાખ સુખી જ તમારી ડીપોઝીટ સલામત છે. લોકોના લાખ્ખો રૂપિયા સલવાઇ જશે. ડરના માર્યા અલગ અલગ બેંકોમાં ડીપોઝીટ મુકવાથી વહીવટી ભારણ વધશે. ધકકા પણ વધશે. વિશ્વસનિયતા ગુમાવશે તો લોકોનો રોષ અને ધિકકાર પણ માજા મુકશે.
રાંદેર     – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top