SURAT

ટ્રેનના એન્જિન પર યુવક ચઢી જતાં સુરત રેલવે સ્ટેશન પર ભારે હંગામો, 7 ટ્રેન 45 મિનિટ લેટ થઈ

સુરત રેલવે સ્ટેશન પર આજે ભારે હંગામો મચી ગયો હતો. અહીં એક યુવક ટ્રેનના એન્જિન પર ચઢી ગયો હતો. તે યુવક વીજતારને પકડી લેવાની ધમકી આપતો હતો. યુવકના આ ડ્રામા લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો હતો, જેના લીધે 7 જેટલી ટ્રેન મોડી પડી હતી. આરપીએફના જવાનોએ મહામહેનતે યુવકને સહીસલામત નીચે ઉતાર્યો હતો, ત્યાર બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત્ત થયો હતો.

આજે સવારે સુરત રેલ્વે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી. દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો. યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો. લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે તે ઉતરી રહ્યો ન હતો. આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી ગયા હતા.

આ ઘટના બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સાથે બની હતી. ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી ત્યારે 9.18 કલાકે આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પહેલા 9.23 કલાકે ઈલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. 45 મિનિટને જઈ મત બાદ આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાનો પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ આ ડ્રામાથી 7 જેટલી ટ્રેન મોડી પડી હતી.

યુવકના ડ્રામાના લીધે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. આ ડ્રામાના લીધે 7 ટ્રેન મોડી પડી હતી, જેમાં જયપુર સુપરફાસ્ટ, મેમુ, ડબલ ડેકર, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સયાજી નગરી, ડિલક્ષ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા 45 મિનિટ મોડી દોડી હતી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top