Charchapatra

સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ક્યા સુધી ટટળાવવામા આવશે?

તા. 29મીને રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવા પધાર્યા હતા. ખૂબ જ આનંદની વાત છે કે સુરતમાં અનેક પ્રોજેકટો આવનારા વર્ષોમાં તૈયાર થઇ જશે અને સુરત શહેરના લોકોની આવનારી પેઢી વર્ષો વર્ષ આ નવુ સુરતને યાદ રાખશે. જેમાં ડુમસ ટુરીઝમ, ગણેશ મંદિરથી ચોપાટી સુધીનો આઉટડોર કોરિડોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીને તેમજ સુરતના અધિકારીઓને મારી નમ્ર વિનંતી કે ડુમસ એરપોર્ટ પણ ધ્યાનમાં લઇ એરપોર્ટના આવનારા પ્લેનોની સંખ્યા વધારવી જોઇએ.

અગાઉના ગુજરાતમિત્રના અખબારમાં પણ આવ્યું હતું કે માર્ચ અથવા એપ્રિલમાં ડુમસ એરપોર્ટ 24 કલાક ધમધમતું થઇ જશે. ગઇકાલના તા. 28ના ગુજરાતમિત્રમાં છેલ્લા પાને રિપોર્ટ આવ્યો અને વાંચ્યો. એર ઇન્ડિયાની ફલાઇટ તા. 8 માર્ચથી બંધ કરશે. કારણ પણ જણાવ્યું છે. બરાબર છે. જેમાં 2022ના વર્ષમાં સુરત એરપોર્ટ પર 1211800 પેસેન્જરની અવરજવર નોંધાઇ છે. અગાઉ આજ ડુમસ એરપોર્ટ ધમધમતું હતું. પ્લેનોના અવરજવરથી ત્યારે પેસેન્જરનો ફિગર ખૂબ જ ઊંચો આવતો હતો અને સુરત ડુમસ એરપોર્ટ લોકોની પ્રથમ પસંદગીથી ગુજરાતના એરપોર્ટ જે છે તેમાં પ્રથમ ક્રમે આવતું હતું. પરંતુ સુવિધાના અડચણોને કારણે પસંદગીનું એરપોર્ટ પાછળને પાછળ જતુ રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નમ્ર વિનંતી છે કે સુરત એરપોર્ટને પણ ધ્યાનમાં રાખી સુરત એરપોર્ટ પ્રોજેકટ આગળ વધારે અને જે રનવે વધારાની વર્ષોથી વાત ચાલી રહી છે જેનું નિવારણ થઇ શકે તેમ છે છતાં રનવેનું ધ્યાન દોરાતુ નથી તેની જગ્યાએ ફલાઇટ બંધ થતી જોવા મળે છે.

અમદાવાદ એરપોર્ટની જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો સુરત એરપોર્ટ પણ મળે અને વિદેશના પ્લેનોની અવરજવર સુરત ડુમસ એરપોર્ટ થાય તો ઘણુ સારુ. સુરત શહેર ધંધામાં અને વિદેશોમાં બિઝનેસ કરવામાં ઘણુંને ઘણું આગળ છે. સુરતથી શારજાહ પ્લેન વર્ષોથી ચાલુ છે. જેનો રીસ્પોન્સ સારો છે. દુબઇ, સિંગાપોર, બેંગકોકની સુરત એરપોર્ટથી ફલાઇટ ચાલુ થાય તો સુરતીજનો ફલાઇટને ચોક્કસ હાઉસફુલ કરશે. તા. 26મી જાન્યુઆરીના ગુજરાતમિત્રમાં છેલ્લાપાને સુરતને રસ અલખૈમાની ફલાઇટ મળવાની શકયતાનો રીપોર્ટ વાંચ્યો. ઘણી સારી વાત છે પરંતુ સાથે સાથે રવિવાર તા. 29ને રિવવારના રોજ ગુજરાતમિત્રમાં છેલ્લાપાને સુરત એરપોર્ટનું ડોમેસ્ટિક કાર્ગો બંધ થઇ જવાની શકયતા આ રીપોર્ટ વાંચી ઘણું દુ:ખ થયું.
સુરત               – ચેતન અમીન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top