Madhya Gujarat

દાહોદ સ્માર્ટ સિટી કેવી રીતે બને ? ટ્રાફિક જામથી જનતા પરેશાન

દાહોદ: દાહોદ સ્માર્ટ સીટીમાં હાલ ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં કલાકોના ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો, રાહદારીઓ સહિત જાહેર જનતા હેરાન પરેશાન થઈ ઉઠી છે. ખાસ કરીને દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત ભુગર્ભ ગટર સહિત પાણીની પાઈપ લાઈનની કામગીરી ચાલી રહી છે. જેને પગલે જાહેર માર્ગાે ખાતે હાલ આ કામગીરીના પગલે આ સમસ્યાઓ ઉદ્‌ભવી રહી હોવાનું સ્પષ્ટ પણ જાેવાઈ રહ્યું છે ત્યારે ટ્રાફિક જામના કારણે શહેરવાસીઓમાં રોષ પણ જાેવા મળી રહ્યો છે.

દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં સોસાયટીઓ, જાહેર માર્ગ, ગલી મહોલ્લા વિગેરે સ્થળોએ સ્માર્ટ સીટી અંતર્ગત ખોદકામ કરી દેવામાં આવ્યું છે. ભુગર્ભ ગટર અને પાણીની પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. એક તરફ નાના મોટી તહેવારો નજીક આવતાં અને બજારોમાં લોકોની ભીડ પણ ભારે જાેવા મળી રહી છે. ખાસ કરીને દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં જિલ્લાની તેમજ આસપાસના લોકો ખરીદી માટે ઉમટી રહ્યાં છે ત્યારે શહેરના પડાવ વિસ્તાર, ઠક્કર બાપા ચોકડી, સ્ટેશન રોડથી લઈ ઝાલોદ રોડ સહિત અને વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગાે પર સ્માર્ટ સીટી અંતર્ગત ખોદકામ કરી કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ કામગીરીને પગલે ભારે ટ્રાફિક સમસ્યા ઉદ્‌ભવી રહી છે.

આજે શહેરના પડાવ વિસ્તાર અને સ્ટેશન રોડ તરફથી પસાર થતો ઝાલોદ,લીમડી હાઈવે રોડ ઉપર ભારે ટ્રાફિક સમસ્યાએ નિર્માણ લીધું હતું. વાહન ચાલકો અને રાહદારીઓ પણ અટવાયા હતાં. કલાકોના ટ્રાફિક જામના દ્રશ્યોના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનીકોમાં રોષની લાગણી પણ ભભુકી ઉઠી હતી ત્યારે ખાસ કરીને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવામાં કોઈ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તો આ વાહન પણ ટ્રાફિક જામના કારણે રસ્તામાં અટવાઈ પડે છે. હોસ્પિટલ સુધી દર્દીને પહોંચાડવામાં પણ ઘણો વિલંબ થઈ જાય છે. ઠેર ઠેર ખાડાઓ ખોદી દેવામાં આવ્યાં છે. જાહેર જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે ત્યારે સંબંધિતો દ્વારા સ્માર્ટ સીટીની કામગીરી પુરઝડપે અને વહેલામાં વહેલી પુર્ણ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.

દાહોદ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં ઢોરોનો ત્રાસ

દાહોદ: દાહોદ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં પશુઓનો ત્રાસ વધતો જાેવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પશુઓ રસ્તાની વચ્ચો વચ્ચ બેસી રહેતાં હોય છે જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને વાહન હંકારવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ઘણીવાર તો પશુઓ દ્વારા જાહેર માર્ગ ઉપર દોડા દોડીના દ્રશ્યો પણ સર્જાય છે અને સામેથી વાહન ચાલકો પસાર થતાં અકસ્માતનો ભય પણ વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે. દાહોદ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવી બેસી રહેતાં હોય છે. પશુઓના માલિકો દ્વારા પોતાના પશુઓ છોડી મુકાતા આ સમસ્યા ઉદ્‌ભવી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે સંબંધિતો દ્વારા આ  મામલે યોગ્ય પગલા લેવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.

Most Popular

To Top