Entertainment

હોલિવુડ કે બોલિવુડ! ફિલ્મ પઠાનના આ સીનો તમને અપાવશે હોલિવુડની આ ફિલ્મોની યાદ

નવી દિલ્હી: ફિલ્મ (Film) પઠાનને (Pathan) લઈને વિવાદો ચાલી રહ્યાં છે. ત્યારે આજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનું ટ્રેલર રિલીઝ થયું છે. જણાવી દઈએ કે ફેન્સ આ દિવસનો છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. પઠાનના ટ્રેલરમાં કિંગ ખાન, દીપીકા તેમજ જોન દમદાર એકશન (Action) કરતા જોવા મળી રહ્યાં છે. આ સાથે ફેન્સને દેશભકિતવાળા ડાયલોગ ધણાં ગમી રહ્યાં છે. જો કે માહિતી મળી આવી છે કે ફિલ્મના ધણાં સીનો હોલિવુડ (Hollywood) જેવા લાગી રહ્યાં છે.

પ્રથમ તસ્વીરમાં જોઈ શકાય છે કે કિંગખાન દીપીકા સાથે બિલ્ડિંગથી નીચે ઉતરી રહ્યાં છે. આ સીન જોઈને તમને યાદ આવશે કે આવો જ એક સીન ધૂમ-3માં જોવા મળ્યો હતો. આ સાથે મિશન ઈંપોસિબલ તેમજ ઘોસ્ટ પ્રોટોકોલમાં પણ આવા જ સીન જોવા મળ્યાં હતાં.

પઠાનના આ ટ્રેલરમાં દીપીકા જબરદસ્ત એકશન મોડમાં જોવા મળે છે. આ સીનને જોઈ દર્શકોનું કહેવું છે કે આવા સીન હોલિવુડની ફિલ્મ બ્લેક વિડોમાં જોવા મળ્યો હતો. દીપીકાનો આ એકશન સીન જોઈને ફેન્સ આ સ્ટંટને બ્લેક વીડોનો કોપી સીન કહી રહ્યાં છે.

બરફ ઉપર કરવામાં આવેલો આ સીન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ વોરમાં કરવામાં આવ્યો હતો. જો કે આ સીનમાં ફર્ક માત્ર એટલો જ છે કે વોરમાં આ સીનમાં કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે પઠાનમાં આ સીનમાં એક બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે આવો જ સીન હોલિવુડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર આ સીનને હોલિવુડની ફિલ્મ સાથે તુલના કરવામાં આવી રહી છે.

પઠાનના ટ્રેલમાં શરુઆતમાં જ જોન જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે છેલ્લાં ધણાં સમય પછી જોન દમદાર ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. જોન જે સીનમાં જોવા મળી રહ્યો છે તે સીનને જોતા જ ફેન્સે જણાવ્યું કે આ સીને કેપ્ટન અમેરિકા વિંટર સોલ્જરની યાદ અપાવી હતી. જણાવી દઈએ કે પઠાનના ટ્રેલરની શરૂઆતમાં જ જોન એક કારમાં ધમાકો કરતા જોવા મળી રહ્યાં છે.

Most Popular

To Top