Dakshin Gujarat

‘તારા ફોઈના છોકરાના વ્યાજના 11 હજાર થાય છે, આપી જા નહીં તો મજા નહીં આવે’- સુરતના વ્યાજખોર સામે ફરિયાદ

કામરેજ: (Kamrej) માંકણા શિવભક્તિ રેસિડન્સીમાં રહેતા યુવાને રૂ.2 લાખ એક મહિના 10 ટકાના વ્યાજે (Interest) લેનાર ઈસમ પાસે પઠાણી ઉધરાણી (Harassment) કરી રોકડા રૂ.3,80,000 લઈ ગાળા ગાળી કરી મારી નાંખવાની ધમકી (Threat) આપતા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  • ‘તારા ફોઈના છોકરાના વ્યાજના 11 હજાર થાય છે, આપી જા નહીં તો મજા નહીં આવે’
  • માંકણાના ઈસમને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનાર સુરતના વ્યાજખોર સામે ફરિયાદ

મૂળ અમરેલીના સાવરકુંડલાના ગોરડકા ગામના વતની અને હાલ કામરેજના માંકણા ગામે શિવભક્તિ રેસિડન્સીમાં મકાન નં.11માં રહેતા મનીષ ભાણા ઝીંઝાણા સાડી પર લેસ અને સ્ટોન ચોંટાડવાની મજૂરી પર મહિલાઓને કામ આપે છે. એક વર્ષ અગાઉ મિત્ર અરવિંદ પટેલ સાથે ભાગીદારીમાં વરાછા ખાતે સાડી સિલાઈકામનું ખાતું ચાલુ કર્યુ હતું. ખાતામાં રિક્ષામાં માલ લાવતા ખાટાભાઈ આહીરની સાથે આવતા ભાભલુભાઈ હાજાભાઈ ભંમર (રહે.,31, હીરાનગર સોસાયટી, કરંજ, એલ.એચ.રોડ) સાથે ઓળખાણ થઈ હતી.

અરવિંદ પટેલ સાથે ભાગીદારી છૂટી કરી પોતાનો ધંધો શરૂ કર્યો હતો. રૂપિયાની જરૂર પડતાં ભાભલુભાઈ પાસે રૂ.2,00,000ની રકમ એક મહિનાના 10 ટકાના વ્યાજે લીધી હતી. તા.10-11-2021થી દર મહિને રૂ.20000 વ્યાજ આપી અંદાજે રૂ.80000નું વ્યાજ આપી દીધું હતું. વ્યાજ ન ભરાતાં રૂ.5000ની પેનલ્ટી રાખી હતી. દિવાળીના સમયમાં વ્યાજના રૂપિયા ન હોવાથી પત્નીની બુટ્ટી વેચી રૂ.17,000 ચૂકવ્યા હતા. કુલ રોકડા રૂ.3,80,500 ચૂકવી દીધા હોવા છતાં પણ ફોન તેમજ રૂબરૂમાં પઠાણી ઉઘરાણી કરતા હતા. ગત તા.9 જાન્યુઆરીએ સાંજે ફોન કરી તારા ફોઈના છોકરા મહેશ લાડુમોરના વ્યાજના રૂ.11,000 થાય છે તે આપી જા. નહીંતર મજા નહીં આવે તેમ ગાળાગાળી કરી હતી. જે અંગે કામરેજ પોલીસમથકમાં ભાભલુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top